ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી લોન્ચ કરી દીધી છે. આ રોકેટને સ્કાઈરુટ એરોસ્પેસ દ્વારા બનાવામાં આવી છે. તેનું નામ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પર રાખવામાં આવ્યું છે. તેના લોન્ચિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા.
સ્કાઈરુટ એરોસ્પેસે આ મિશનને ‘પ્રાંરભ’ નામ આપ્યું હતું. જેમાં ત્રણ ઉપભોક્તા પેલોડ છે. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ હકીકતમાં ભારતના અંતરિક્ષ કાર્યક્રમની યાત્રાની એક નવી શરુઆત છે, એક નવી સવાર અને એક નવી પહેલ છે. આ ભારત માટે પોતાના સ્વયંના રોકેટને વિકસિત કરવા અને ભારતના સ્ટાર્ટઅપ આંદોલનમાં એક મહત્વનો વણાંક છે. INSPACe ના અધ્યક્ષ પવન કુમાર ગોયનકાએ આ રોકેટ લોન્ચ થવા પર મિશન પ્રારંભના સફળ સમાપનની ઘોષણા કરી હતી અને કહ્યું કે મને ખુશી થઈ રહી છે.
આ સ્કાઈરુટ એરોસ્પેસની શરુઆત છે. આપને જણાવી દઈએ કે, આ રોકેટનું વજન ૫૪૫ કિલોગ્રામ છે. તો વળી રોકેટ રોકેટ બનાવનારી સ્ટાર્ટઅપ સ્કાઈરુટ એરોસ્પેસે એક ટિ્વટમાં તેના સફળ લોન્ચિંગની ઘોષણા કરી હતી. સ્કાઈરુટે ટિ્વટમાં લખ્યું છે કે, લોન્ચ થઈ ગયું છે. વિક્રમ-એસે આકાશની શોભા વધારવા માટે ભારતના પ્રથમ પ્રાઈવેટ રોકેટ તરીકે ઈતિહાસ રચી દીધો છે. આ મહત્વપૂર્ણ અવસર માટે અમારી સાથે રહેવા બદલ આપ સૌનો આભાર. આ મિશન સ્કાઈરુટ માટે એક માઈલસ્ટોન સાબિત થશે, કારણ કે આ એ ૮૦ ટકા ટેકનિકને માન્યતા અપાવી ચુક્યું છે. જેનો ઉપયોગ વિક્રમ-૧ કક્ષીય વાહનમાં કર્યો છે. સ્કાઈરુટ કંપની અને ઈસરો વચ્ચે રોકેટ લોન્ચિંગને લઈને એમઓયૂ સાઈન થયા હતા. તો વળી વિક્રમ આ રોકેટ સાથે ત્રણ પેલોડ્સ પણ છે, જેમાં એક વિદેશી ગ્રાહકનો પણ છે.