ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ગુરુવારે નવા નેવિગેશન સેટેલાઇટને લેંચ કર્યો. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ધવન અંચરીક્ષ કેન્દ્રથી સવારે ચાર કલાક અને ચાર મિનિટે ઇંડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (આઇઆરએનએસએસ-૧)ને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો. પીએસએલવી-સી૪૧ રોકેટ દ્વારા તેને લોંચ કરવામાં આવ્યો.
આ સફળ લોંચિગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જણાવ્યું કે નેવિગેશન ઉપગ્રહ આઇઆરએનએસએસ-૧ના પીએસએલવી દ્વારા સફળ પરીક્ષણ માટે આપણા વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવું છું. આ સફળતા અપાણા અંતરીક્ષ કાર્યક્રમના લાભની સાથે-સાથે સામાન્ય માણસને પણ લાભ કરાવશે. ઇસરોની ટીમ પર અમને ગર્વ છે.