Operation Sindoor: પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડનાર ભારતીય સેનાના પરાક્રમની આખી દુનિયા પ્રસંશા કરી રહી છે. હવે ભારતના જુના મિત્ર માનવામાં આવતા ઇઝરાયેલ એ ફરી એકવાર ભારતીય કાર્યવાહીનું ખુલીને સમર્થન કર્યું છે. ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. તે સિવાય ભારતે હુમલા વિશે અમેરિકાને પણ જાણકારી આપી હતી.
ઈઝરાયલના રાજદૂક રુવેન અજરે લખ્યું, ભારતના આત્મરક્ષાના અધિકારનું ઇઝરાયેલ સમર્થન કરે છે, આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે માસૂમો સામે અપરાધ બાદ સંતાવાની કોઈ જગ્યા નથી. મહત્વનું છે કે, ઇઝરાયલ પર પણ 7 ઓક્ટોબર 2023માં પેલેસ્ટાઇન જૂથ હમાસે હુમલો કર્યો હતો. તે દરમિયાન પણ એક ફેસ્ટિવલ પર હુમલો કર્યો હતો. જેમાં ઘણાં નાગરિકોને બંધક બનાવી લેવામાં આવ્યાં હતા. ત્યાર બાદથી બંને પક્ષે સંર્ઘષ ચાલી રહ્યો છે.
પહલગામ આતંકી હુમલા બાદ ઇઝરાયેલ એ વડાપ્રધાન બેન્જિમિન નેતન્યાહૂએ કહ્યું હતુ, મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાથી હું ખૂબ જ દુખી છું. જેમાં ઘણાં નિર્દોષ નાગરિકોના મોત થયા અને ઘાયલ થયા. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિતો અને તેના પરિવાર સાથે છે, તેઓએ કહ્યું હતુ કે, ઇઝરાયલ આતંકવાદ સામે લડાઈમાં ભારત સાથે ઉભુ છે.
મોડી રાતે ભારતીય સેનાએ જાણકારી આપી હતી કે, આર્મીએ ઓપરેશન સિંદૂરને લોન્ચ કર્યું છે. જે અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ ઠેકાણાથી ભારત સામે આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. રક્ષા મંત્રાલયે કહ્યું, કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. ભારતે સ્પષ્ટ કરી દીધું હતુ કે, કોઈપણ સેનાના કેમ્પને નિશાન બનાવાયા નહોતા.