ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હવે જેગુઆર કંપનીનો UKથી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. અકસ્માત સમયે ગાડી ૦.૫ સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. તેમજ ગાડીની સ્પીડ ૧૩૭ થી વધુની હતી અને અકસ્માત કર્યા બાદ ૧૦૮ KM સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. તો આરોપી તથ્ય પટેલના DNA પ્રોફાઈલનો રિપોર્ટ સાંજ સુધી આવશે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more