હવે જીનિયસ ફિલ્મને લઇને ઇશિતા ખુબ જ ઉત્સુક બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ગદર એક પ્રેમ કથા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા અનિલ શર્માની નવી ફિલ્મ જીનિયસ હવે રજૂઆત માટે તૈયાર છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મ નિર્માણ બાદની તમામ પ્રવૃતિ ચાલી રહી છે. આ ફિલ્મ ૨૫મી ઓગષ્ટના દિવસે હવે રજૂ થશે.

સારી બાબત એ છે કે આ ફિલ્મ સાથે બોલિવુડમાં વધુ બે નવા કલાકારો એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. જેમાં અનિલ શર્માનના પુત્ર ઉત્કર્ષનો સમાવેશ થાય છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે ઇશિતા લોંચ થઇ રહી છે. અનિલ શર્મા પોતાના પુત્રને લોંચ કરવા જઇ રહ્યા છે. ફિલ્મમાં મિથુન અને નવાજુદ્દીન પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં નવી અભિનેત્રી ઇશિતા કામ કરી રહી છે.  ફિલ્મમાં ઇશિતા અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ સાથે નજરે પડશે.

વર્ષ ૨૦૦૧માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં ઉત્કર્ષ બાળ કલાકાર તરીકે નજરે પડ્યો હતો. અનિલ શર્માએ હાલમાં ઇશિતાનો ફોટો પણ જારી કર્યો છે. ફિલ્મમાં જીનિયસ તરીકે ઉત્કર્ષ નજરે પડનાર છે. જીનિયસ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત એક ફિલ્મ રહેશે. ઇશિતા પ્રથમ વખત બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અનિલ શર્મા મોટા ભાગે એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે.

અનિલ શર્મા પહેલા ધર્મેન્દ્રને લઇને અને ત્યારબાદ સની દેઓલની સાથે ફિલ્મો બનાવતા રહ્યા છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તિ અને નવાઝુદ્ધીન સિદ્ધીકી પણ નજરે પડનાર છે. જીનિયસ એક સાયન્સ ફિલ્મ છે. જેમાં એક યુવાન પોતાના પ્રયોગથી દુનિયા બદલી નાંખે છે. આ ફિલ્મ આગામી વર્ષે રજૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. અનિલ શર્માની એક્શન ફિલ્મના ટોપ નિર્માતા નિર્દેશક છે.

Share This Article