મુંબઇ: બોલિવુડમાં નવી નવી અભિનેત્રી પ્રવેશ કરી રહી છે અને પોતાના ભાવિને આગળ વધારી રહી છે. હવે અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે નવી અભિનેત્રી ઇશિતા બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.તેની પ્રથમ ફિલ્મ જીનિયસ ૨૪મી ઓગષ્ટે રજૂ કરવામાં આવનાર છે. તે બોલિવુડમાં તીવ્ર સ્પર્ધા વચ્ચે ટકી જવા માટે આશાવાદી છે. જીનિયસના ગીતો પહેલાથી ચાહકોમાં સુપરહિટ સાબિત થઇ રહ્યા છે.
તેને લઇને ચાહકોમાં પણ ઉત્સુકતા છે. ગદ્દર એક પ્રેમ કથા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા અનિલ શર્મા હવે વધુ એક શાનદાર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મ ૨૪મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ અનિલ શર્મા જીનિયસ નામની ફિલ્મ બનાવી ચુક્યા છે. ફિલ્મમાં નવી અભિનેત્રી ઇશિતા ચમકનાર છે. ફિલ્મમાં ઇશિતા અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ સાથે નજરે પડશે.
વર્ષ ૨૦૦૧માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં ઉત્કર્ષ બાળ કલાકાર તરીકે નજરે પડ્યો હતો. જીનિયસ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત એક ફિલ્મ રહેશે. ઇશિતા પ્રથમ વખત બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અનિલ શર્મા મોટા ભાગે એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અનિલ શર્મા પહેલા ધર્મેન્દ્રને લઇને અને ત્યારબાદ સની દેઓલની સાથે ફિલ્મો બનાવતા રહ્યા છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તિ અને નવાઝુદ્ધીન સિદ્ધીકી પણ નજરે પડનાર છે. જીનિયસ એક સાયન્સ ફિલ્મ છે. જે યુવા પેઢીને ગમી જાય તેવી વકી છે ફિલ્મમાં વિતેલા વર્ષોની સ્ટાર આઇશા જુલ્કા પણ કામ કરી રહી છે.