ઇશાન અને જાન્હવી જોયા અખ્તરના આવાસે દેખાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી ફિલ્મ ધડકમાં ઇશાન ખટ્ટર અને જાન્હવી કપુર એક સાથે નજરે પડ્યા હતા. ફિલ્મમાં તેમની જોડીની ચારેબાજુ ભારે પ્રશંસા પણ કરવામાં આવી હતી. ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદથી એવા હેવાલ પણ આવ્યા હતા કે બંને હાલમાં એકબીજાના પ્રેમમાં છે. આ ફિલ્મ બાદ જુદા જુદા પ્રકારના હેવાલ આવ્યા હતા.

બંને અનેક વખત એક સાથે પણ દેખાયા હતા. જેથી આ પ્રકારની બાબતોને વેગ મળ્યો હતો. એમ કહેવામાં આવે છે કે બંનેના સંબંધ હાલમાં પણ ખુબ મજબુત છે. તેમની બોન્ડિંગ અને મિત્રતા વધુને વધુ મજબુત બની રહી છે. હાલમાં જોયા અખ્તરના આવાસની બહાર બંને નજરે પડ્યા હતા. એમ કહેવામાં આવે છે કે બંને જોયાના આવાસ પર યોજાયેલી પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પાર્ટીમાં ભાગ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના કેટલાક ફોટો વાયરલ થયા હતા.

જાન્હવી કપુર હાલમાં અનેક ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તખ્ત ફિલ્મનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તે બાયોપિક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેની પાસે અન્ય નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. એમ કહેવામાં આવે છે કે વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની જેમ તેમાં ખુબ એક્ટિંગ કુશળતા છે. તેની હાલમાં મુખ્ય રીતે અન્ય સ્ટાર કિડ્‌સ સાથે સીધી સ્પર્ધા છે. જેમાં આલિયા ભટ્ટ, અનન્યા પાન્ડે, અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે.

Share This Article