ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક વિકેટકીપર બેટર ઈશાન ક્રિકેટે વનડે ક્રિકેટમાં બેવડી સદી પૂરી કરી હલચલ મચાવી દીધી છે. ઈશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વનડેમાં દમદાર બેટિંગ કરતા ૧૨૬ બોલમાં બેવડી સદી ફટકારી દીધી. ઈશાન કિશને વનડે મેચમાં ૧૩૧ બોલમાં ૨૧૦ રનની ઈનિંગ રમી, જેમાં ૨૪ ચોગ્ગા અને ૧૦ સિક્સ સામેલ રહી. ઈશાન કિશન વનડે આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. ઈશાન કિશન પહેલા રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર વનડેમાં બેવડી સદી ફટકારી ચુક્યા છે.
ઈશાન કિશને વનડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી બાદ સોશિયલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડે રિએક્શન આપ્યું છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. અદિતિ હુંડિયાએ ઈશાન કિશનની એક તસવીર શેર કરતા તેના પર દિલ અને ઇમોશનલની ઇમોજી લગાવી છે. અદિતિ હુંડિયાએ ત્યારબાદ ઈશાન કિશનની વધુ એક તસવીર શેર કરી છે.
અદિતિએ BCCI ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી ઈશાન કિશનની એક બીજી તસવીર પણ શેર કરી છે, જેમાં તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં બેવડી સદીની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
નોંધનીય છે કે ઈશાન કિશનની બેવડી સદીની મદદથી ભારતે ત્રીજી વનડેમાં ૫૦ ઓવરમાં ૮ વિકેટ પર ૪૦૯ રન બનાવ્યા અને યજમાન ટીમને ૪૧૦ રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈશાન કિશને ૧૨૬ બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી, જે વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી બેવડી સદી છે. આ પહેલા વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે હતો. ગેલે ૨૦૧૫માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ૧૩૮ બોલમાં બેવડી સદી ફટકારી હતી.