શું દંગલ ગર્લ ફાતિમા આયુષમાન ખુરાનાના ભાઇને ડેટ કરી રહી છે ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દંગલ ફિલ્મથી પ્રસિદ્ધિ મેળવનાર ફાતિમા સના શેખ આજકાલ ફરી એક વાર ચર્ચામાં છે. પહેલા ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટનું પાત્ર ભજવવાને લીધે ચર્ચામાં હતી. જ્યારે હવે આયુષમાન ખુરાનાના ભાઇ અપારશક્તિ ખુરાના સાથે પ્રેમસંબંધની અફવાને કારણે ચર્ચામાં છે.

અપારશક્તિ અને ફાતિમા ઘણી વાર સાથે દેખાય છે. અપારશક્તિ આયુષમાન ખુરાનાના ભાઇ છે અને દંગલ ફિલ્મમાં ગીતાના કઝીન ઓમકારના પાત્રમાં દેખાયો હતો. બંનેએ સાથે દંગલ ફિલ્મ કરી અને પ્રેમના તાંતણે બંધાયા તેવી અફવા છે.

હાલમાં ફાતિમા ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મમાં વ્યસ્ત છે. જ્યારે અપારશક્તિ ખુરાના સ્ત્રી અને હેપ્પી ફિર ભાગ જાયેગી જેવી ફિલ્મો કરી રહ્યો છે. અપારશક્તિ અને ફાતિમાની કેમેસ્ટ્રી સારી છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. હવે ફાતિમા અને અપારશક્તિ તેમના સંબંધો પર ક્યારે મોહર લગાવે છે તે જોવુ રહ્યું.

Share This Article