શું હોટલના બહાને નવુ ઘર બનાવી રહ્યા છે અખિલેશ ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ લખનૌમા  હોટલ ખોલવાનો પ્રસ્તાવ કરતી ચિઠ્ઠી લીક થઇ ગઇ છે. આ દસ્તાવેજમાં અખિલેશ યાદવ અને તેની પત્ની ડિંપલ યાદવે એલડીએ પાસે મંજૂરી માંગી છે. સાથે જ હોટલનો નક્શો પણ સોંપવામાં આવ્યો છે.

અખિલેશે હિબીકસ હેરિટેજ નામની હોટલ ખોલવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ બાબત ત્યારે સામે આવી જ્યારે એલ ડી એ દ્વારા ઉત્તર પ્રદેશના કેટલાક વિભાગો પાસે એનઓસી પ્રમાણપત્રની માંગણી કરી હતી.

જો કે, પાર્ટી હોટલ ખોલવાની વાતથી સહમત નથી. આનંદ ભદૌરિયાએ ટ્વિટ કર્યુ છે કે, વિક્રમ આદિત્ય માર્ગનો એ-1 પ્લોટ ઇંડસ્ટ્રીયલ લેંડ છે અને ત્યાં કોઇ હોટલ નહી પરંતુ વિશિષ્ટ અતિથી ગૃહ બનાવવાની યોજના છે. આનંદ ભદૌરિયાની આટ્વિટથી સાફ છે કે હોટલ ખોલવાનો પ્રસ્તાવ અખિલેશ દ્વારા જ કરવામાં આવ્યો હતો. આ હોટલ ખોલવા પાછળ અખિલેશનો ઇરાદો કંઇક બીજો જ છે.

Share This Article