પહેલીવાર ઈરફાન પઠાણે પોતાની પત્નીનો ચહેરો બતાવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લગ્નની આઠમી એનવર્સરી પર પત્ની સાફા બેગ સાથેની તસવીર શેર કરી
અમદાવાદ : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આજે પણ ચર્ચામાં રહેતા હોય છે. લગ્નના આઠ વર્ષમાં પહેલીવાર ઈરફાન પઠાણે પોતાની પત્નીનો ચહેરો બતાવ્યો છે. લગ્નની આઠમી એનવર્સરી પર ઈરફાન પઠાણે પત્ની સાફા બેગ સાથેની તસવીર શેર કરી છે. આ પહેલીવાર છે કે, તેમણે પત્નીનો ચહેરો પબ્લિકમાં બતાવ્યો છે. લગ્ના રિસ્પેશનમાં પણ તેમના પત્ની બુરખામાં જાેવા મળ્યા હતા. ત્યારે ક્રિકેટર કપલને સાથે જાેઈને ચાહકો તેમના પર પ્રેમ લુટાવી રહ્યાં છે. ઈરફાન પઠાણે લગ્નની આઠમી એનીવર્સરી પર પત્ની સફા બેગ સાથે એક તસવીર શેર કરી છે. પહેલીવાર તેમણે પત્નીનો ચહેરો છુપાવ્યો નથી. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર તેમણે પત્નીનો ચહેરો દરેક તસવીરમાં છુપાવી રાખ્યો હતો. તેમની પત્ની હિજાબમાં અથવા તો હાથથી ચહેરો છુપાવેલી જાેવા મળતી હતી. લોકો પણ તેમની પત્નીનો ચહેરો જાેવા માટે આતુર હતા. પરંતુ આ ગુજરાતી ક્રિકેટર ક્યારેય પત્ની સાથે જાહેરમાં ખુલ્લા ચહેરે જાેવા મળતા ન હતા. પરંતુ આઠમી એનવર્સરી પર ક્રિકેટર ઈરફાન પઠાણે ખુદ પત્નીનો ચહેરો જાહેર કર્યો છે. તેમની આ તસવીરને સોશિયલ મીડિયા યુઝર્સ બહુ જ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં યુઝર્સ તેમને લગ્નની એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

Share This Article