ઇરાન અને અમેરિકા ફરી આમને સામને આવી ગયા છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તમામ દેશોની નજર આ બંને દેશોની ભાવિ યોજના પર કેન્દ્રિત થઇ ગઇ છે. તેમની વચ્ચે સર્જાયેલા મતભેદોને દુર કરવા માટે દુનિયાના દેશો મÎયસ્થી કરવા માટે આગળ આવી રહ્યા છે. ઇરાનને અમેરિકા પર બિલકુલ વિશ્વાસ નથી. કારણ કે તે પરમાણુ સમજુતીને તોડીને બહાર આવી ચુક્યુ છે.બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ખુલ્લી ધમકી આપી રહ્યા છે. કારણ કે તેમની પોતાની રાજકીય મજબુરી પણ દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં મોટા પાયે યુદ્ધ જેવા પરિણામના સંકેત તો ઓછા છે પરંતુ મર્યાિદત સંઘર્ષના સંકેત પણ દેખાઇ રહ્યા છે. હરિફ પાર્ટી ડેમોકેટિકના નેતા પહેલાથી જ ઇરાનની સાથે સંબંધોને લઇને ટ્રમ્પની ટિકા કરતા રહ્યા છે.હવે જા ટ્રમ્પ ઇરાનના મામલાને યોગ્ય રીતે હાથ ધરી શકશે નહી તો તેની અસર ટ્રમ્પના એવા વચન પર પડશે જેમાં તેમને અમેરિકાને એવા તમામ આંચકાઓથી દુર રાખવાની વાત કરી હતી જેના કારણે અમેરિકાને નુકસાન થઇ શકે. સાથે સાથે ટ્રમ્પની ચાલ પર ચીન અને રશિયાની પણ બાજ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હાલના દિવસોમાં સૌથી મોટી ચર્ચા એ છે કે શુ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા અને મધ્યપૂર્વના સર્વાિધક શક્તિશાળી દેશ ઇસ્લામિક ગણરાજ્ય ઇરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ યુદ્ધનુ સ્વરૂપ લેશે કે કેમ ?
અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધો પર ધ્યાન રાખનાર નિષ્ણાંતો કહે છે કે હજુ પણ આ મામલે ચોક્કસપણે કઇ પણ કહી શકાય તેમ નથી. તાજેતરમાં ૨૦મી જુનના દિવસે ઇરાન દ્વારા હૌરમુજ જળસંધિની નજીક ૧૧ કરોડ ડોલરના અમેરિકી ડ્રોન જાસુસી વિમાનને ફુંકી માર્યુહતુ. જેથી બંને દેશો વચ્ચે સંબંધ વિસ્ફોટક સ્થિતી પર પહોંચી ગયા છે. ઇરાને દાવો કર્યો છે કે આ અમેરિકી વિમાન તેના હવાઇ ક્ષેત્રમાં હતુ. બીજી બાજુ અમેરિકાએ કહ્યુ છે કે તે તેના હવાઇ ક્ષેત્રમાં હતુ. અમેરિકાના કહેવા મુજબ આ વિમાન આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં હતુ. આ ઘટનાના એક સપ્તાહ પહેલા જ અમેરિકાએ આરોપ મુક્યો હતો કે ઇરાને આ જ વિસ્તારની બહાર તેના બે તેલ ટેન્કરો પર પણ પણ હુમલો કર્યો છે. જા કે ઇરાને આ આક્ષેપને રદિયો આપ્યો હતો.ટ્રમ્પે કહ્યુ છે કે તેઓએ ત્રણ ઇરાની મિસાઇલો અને રડારને ટાર્ગેટ બનાવવા માટે સૈન્ય હુમલાનો આદેશ આપ્યો હતો. જેમાં ૧૫૦ ઇરાની લોકોના મોત થઇ શક્યા હોત. પરંતુ હુમલાના ૧૦ મિનિટ પહેલા જ તેઓએ તેમના નિર્ણયને બદલી દેવાનો નિર્ણંય કર્યો હતો. કારણ કે ડ્રોનને તોડી પાડવા બદલ ઇરાનની સામે આટલી મોટી કાર્યવાહી યોગ્ય ગણી શકાય નહી. સાથે સાથે ટ્રમ્પે કહ્યુ હતુ કે તેમની બાજ નજર હેઠળ ઇરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખી શકે તેમ નથી. એક મોટી લશ્કરી કાર્યવાહીને ટાળી દેવામાં આવી હતી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે બંને દેશો વચ્ચે સ્થિતી આટલી બદલાઇ કેમ ગઇ છે.
હકીકતમાં તો તેમની વચ્ચે દુશ્મની ચાર દશક જુની રહેલી છે. વારંવાર તેમની વચ્ચે સંબંધ વધુ ખરાબ થઇ જાય છે. બંને દેશો વચ્ચે પારસ્પરિક હિત અને વિચારધારાની લડાઇ રહેલી રહેલી છે. વ્યÂક્તત્વની પણ આ લડાઇ રહેલી છે. ઇરાનમાં અમેરિકાને સૌથી મોટા દુશ્મન તરીકે જાવામાં આવે છે. ઇરાનની રાજનિતી અને સમાજમાં ડેથ ટુ અમેરિકા હજુ પણ પ્રતિધ્વનિત થાય છે. બીજી બાજુ અમેરિકામાં લોકોને લાગે છે કે ઇરાની શાસકો સંકુચિત વિચારધારા સાથે આગળ વધી રહ્યા છે. કેટલાક જાણકાર લોકો કહે છે કે હાલના મતભેદો માટે એક કારણ તો ટ્રમ્પ પોતે છે. જે તેમના પૂર્વગામી બરાક ઓબામા દ્વારા અપનાવવામાં આવેલી નિતીને નિષ્ફળ કરીને વર્ષ ૨૦૧૫માં કરવામાં આવેલી ઇરાન સાથેની પરમાણુ સમજુતીમાંથી બહાર નિકળી જવા માટે ઇચ્છુક છે. આ હેઠળ આર્થિક પ્રતિબંધ દુર કરવાના બદલે ઇરાનની યુરેનિયમ ક્ષમતા પર અંકુશ મુકવામાં આવે છે. ગયા વર્ષે ટ્રમ્પે આ ભયાનક સમજુતીને રદ્દ કરીને ઇરાન પર મહત્તમ દબાણ લાવવાની યોજના જાહેરા કરી દીધી હતી.
વિશ્વના નક્સા પર હૌરમુજ એટલે કે હૌરમુજ જળ સંધિ ખુબ મહત્વપૂર્ણ છે. આ વિસ્તાર એવા વિસ્તાર તરીકે છે જ્યાંથી દુનિયાના એક તૃતિયાશપ્રવાહી કુદરતી ગેસ તેમજ દુનિયાભરમાં ઉપયોદ કરવામા ંઆવતા તેલ વપરાશ પૈકી ૨૦ ટકા તેલ કાઢવામાં આવે છે.