લંડનમાં પોતાનો ઇલાજ કરાવી રહેલા ઇરફાન ખાન આ વર્ષના અંત સુધી ભારત પાછા આવવાના સંકેત મળી રહ્યાં છે. ફિલ્મોને
લઇને તે ખુબ પેશનેટ છે. ભારત પાછા આવવાની ઇરફાને ઇચ્છા વ્યક્ત કરી છે. તે જલ્દી જ બોલિવુડમાં પરત ફરશે.
એક ફિલ્મમેકર અને ઇરફાનના મિત્રએ જણાવ્યુ છે કે, તેમની તબિયત સુધારા પર છે. ઇરફાન દુબળા થઇ ગયા છે પરંતુ તેમની હાલત
હવે સારી છે. આવી પરિસ્થિતિમાં એવા સમાચાર મળી રહ્યાં છે કે, તે વર્ષના અંત સુધી ભારત આવશે. ઇરફાનની બિમારીને કારણે તે
ફિલ્મ બ્લેકમેલના પ્રમોશન માટે ભારતમાં નહોતા.
આકર્ષ ખુરાનાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કારવામાં ઇરફાનનો અગત્યનો રોલ છે. બે મહિના પહેલા ઇરફાને ફિલ્મનું પોસ્ટર ટ્વિટ
કર્યુ હતુ. આ ફિલ્મ પહેલા 10 ઓગસ્ટે રિલીઝ થવાની હતી હવે તે 3 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં સાઉથ ઇન્ડિયન એક્ટર
મામૂટીના દિકરા સલમાન અને કૃતિ ખરબંદાની સાથે મિથીલા પારકર પણ ઇરફાનની સાથે કામ કરી રહ્યાં છે.
ઇરફાન ખાન બોલિવુડના ટેલેન્ટેડ એક્ટર છે. તેમને જ્યારે આ બિમારી થઇ ત્યારે બોલિવુડમાં દરેક લોકો ચિંતાગ્રસ્ત થઇ ગયા હતા.
હવે ઇરફાનની તબિયત સુધારા પર છે. વર્ષના અંત સુધી તે ભારત પરત આવે તેવી શક્યતા છે.
“જાટ” ફિલ્મના ટીઝરમાં સની દેઓલનો વન-મેન આર્મી લુક જોવા મળ્યો.જુવો ટીઝર…
એક્શન સુપરસ્ટાર પરત આવ્યા છે. સની દેઓલની આગામી એક્શન ફિલ્મ જાટનું બહુપ્રતિક્ષિત ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેણે ચાહકોને...
Read more