બંને બાળપણના મિત્રો,IPS ઓફિસર બન્યા અને પછી વર્ષ ૨૦૧૯માં લગ્ન કરી લીધા
નોઈડા : આ એક એવી ક્યૂટ લવસ્ટોરી છે જેના સપનાં દરેક જણ જુએ છે. એક સાથે ભણ્યા, એક સાથે રહ્યાં અને એક જ ઘરમાં એક સાથે જીવન વિતાવે છે આ કપલ,IPS અધિકારી અંકુર અગ્રવાલની પત્ની વૃંદા શુક્લા પણ ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલી ઓફિસમાં તેમની બોસ છે. અંકુલ અગ્રવાલ અને વૃંદા શુક્લાની વાર્તા એકદમ ફિલ્મી છે. બંને બાળપણના મિત્રો છે અને સાથે ભણ્યા છે. આ પછી બંને IPS ઓફિસર બન્યા અને પછી વર્ષ ૨૦૧૯માં લગ્ન કરી લીધા. ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પોલીસ કમિશનર સિસ્ટમના અમલ પછી, વૃંદા શુક્લાને ગૌતમ બુદ્ધ નગરના ડેપ્યુટી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા અને તેઓ ડીસીપી મહિલા સુરક્ષાના પદ પર તૈનાત છે. જ્યારે અંકુર અગ્રવાલને એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (એડીશનલ ડીસીપી) બનાવવામાં આવ્યા હતા. અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા હરિયાણાના અંબાલાના રહેવાસી છે અને એકબીજાના પાડોશી હતા. વૃંદા અને અંકુરે અંબાલા કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી ૧૦મા ધોરણ સુધી એકસાથે અભ્યાસ પૂરો કર્યો. વૃંદા વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ, જ્યારે અંકુર ભારતમાં રહીને એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. અભ્યાસ પૂરો કર્યા પછી વૃંદા શુક્લાએ અમેરિકામાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યારે અંકુર અગ્રવાલે એન્જિનિયરિંગ કર્યા પછી બેંગલુરુમાં કામ કરવાનું શરૂ કર્યું. એક વર્ષ બેંગલુરુમાં કામ કર્યા પછી, તેઓ અમેરિકા ગયા અને ભાગ્યએ બંનેને ફરીથી સાથે લાવ્યા.
અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લાએ અમેરિકામાં નોકરી કરતાં UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. આ પછી વર્ષ ૨૦૧૪માં વૃંદાએ સિવિલ સર્વિસની પરીક્ષામાં બીજા પ્રયાસમાં સફળતા મેળવી. આ પછી તે આઈપીએસ ઓફિસર બની અને નાગાલેન્ડ કેડર મેળવી. બે વર્ષ પછી ૨૦૧૬ માં અંકુર પ્રથમ પ્રયાસમાં સિવિલ સર્વિસમાં સિલેક્ટ થયો અને આઈપીએસ અધિકારી બન્યો, તેને બિહાર કેડર મળી હતી. તેઓ ૨૦૧૬ બેચના IPS બન્યા હતા. ત્રણ વર્ષ પછી, ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. આ પછી અંકુરને ચંદૌલીના એસપી અને વૃંદાને ચિત્રકૂટના એસપી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચિત્રકૂટમાં એસપી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, વૃંદા શુક્લા માફિયા ડોન મુખ્તાર અંસારીની પુત્રવધૂ નિખાત અન્સારીને જેલમાં તેમના પતિ ધારાસભ્ય અબ્બાસ અન્સારીને ગેરકાયદેસર રીતે મળવા બદલ રંગે હાથે ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતી. બે વર્ષથી વધુ સમય સુધી જિલ્લાની કમાન સંભાળનાર એસપી અંકુરને હવે મિર્ઝાપુર મોકલવામાં આવ્યા છે. IPS અંકુર કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે પણ જાણીતા છે. તેમણે ૧૬ જૂન ૨૦૨૧ના રોજ જિલ્લાની કમાન સંભાળી હતી. વૃંદા શુક્લા જેટલી સુંદર દેખાય છે એટલો જ સુંદર તેમનો સ્વભાવ છે.IPS વૃંદા શુક્લાની ચિત્રકૂટમાં એસપી તરીકેની આ પહેલી પોસ્ટિંગ છે. જાે કે, આ પહેલા તેણીને રાજ્યની રાજધાની અને હાઇટેક જિલ્લા ગૌતમ બુદ્ધ નગરમાં પોસ્ટીંગ કરવામાં આવી છે. જ્યાં તેઓ તેમના પતિના બોસ હતા.