સરકારી એન્ટરપ્રાઇઝ રાઇટ્સના આઈપીઓ માટે ૬૬.૭૫ ગણી વધુ અરજી આવી. રાઇટ્સના આઈપીઓ થકી સરકાર ૧૨.૬ ટકા ભાગ કે ૨,૫૨ કરોડ ઇક્વીટી શેર વેચી રહી છે. તેમાં કર્મચારીયોને અપાનારા ૧૨ લાખ શેરનો સમાવેશ થાય છે. તેમા સરકારને ૪૮૮ કરોડ રૂપિયા આવક પ્રાપ્ત થવાની આશા છે. આઈપીઓ અંતર્ગત ૪૬૬ કરોડ રૂપિયા કિંમતના ૨.૫૨ કરોડ શેર માટે ૩૦,૬૩૦ કરોડ કિંમતના ૧૬૮.૨૦ કરોડ શેર માટે અરજીઓ પ્રાપ્ત થઇ છે.
આ આંકડો વધી શકે છે, કારણ કે આ આંકડો ૨૨ જુન સાંજે ૬ કલાક સુધીનો છે. તેની કિંમત-સીમા ૧૮૦-૧૮૫ રૂપિયા પ્રતિ શેર નિર્ધારિત કરવામાં આવી છે. તેમાં રોકાણકારો તથા કર્મચારીયો માટે ૬ રૂપિયાની છૂટ આપવામાં આવી છે.
રાઇટ્સ વર્તમાન આર્થિક વર્ષમાં આઈપીઓ પ્રસિદ્ધ કરનાર પ્રથમ સરકારી સાહસ છે. ૧૯૯૪-૯૫માં કોનકોરમાં લિસ્ટેડ થયા બાદ રાઇટ્સ પહેલુ રેલવે સાહસ છે, જે શેર બજારમાં લિસ્ટેડ થયું છે.