થઈ જાઓ તૈયાર… આવતા અઠવાડિયે આવી રહ્યાં છે ચાર-ચાર આપીઓ, 7 કંપનીઓનું થશે લિસ્ટિંગ

Rudra
By Rudra 4 Min Read

19 જાન્યુઆરીથી શરૂ થનારા સપ્તાહમાં 4 નવા IPO ખુલવા જઈ રહ્યા છે. જેમાંથી એક Shadowfax Technologies IPO મેનબોર્ડ સેગમેન્ટનો છે. ઉપરાંત, નવા સપ્તાહમાં પહેલાથી ખુલેલા 2 IPOમાં પણ રોકાણ કરવાની તક રહેશે. આ બંને ઇશ્યૂ SME સેગમેન્ટના છે. લિસ્ટિંગની વાત કરીએ તો, આવનારા સપ્તાહમાં કુલ 7 કંપનીઓ શેર બજારમાં ડેબ્યૂ કરવાની છે. ચાલો, સમગ્ર વિગત જાણીએ…

Shadowfax Technologies IPO

મેનબોર્ડ સેગમેન્ટમાં ₹1,907.27 કરોડનો આ પબ્લિક ઇશ્યૂ 20 જાન્યુઆરીએ ખુલશે અને 22 જાન્યુઆરીએ બંધ થશે. રોકાણકારો ₹118થી ₹124 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડમાં અને 120 શેરના લોટમાં બિડ કરી શકે છે. શેરોની લિસ્ટિંગ 28 જાન્યુઆરીએ BSE અને NSE પર થવાની સંભાવના છે.

Digilogic Systems IPO

₹81.01 કરોડનો આ પબ્લિક ઇશ્યૂ 20 જાન્યુઆરીએ ખુલશે અને 22 જાન્યુઆરીએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ ₹98થી ₹104 પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 1200 શેરનો છે. કંપનીની લિસ્ટિંગ 28 જાન્યુઆરીએ BSE SME પર થઈ શકે છે.

KRM Ayurveda IPO

આ IPO 21 જાન્યુઆરીએ ખુલશે અને 23 જાન્યુઆરીએ બંધ થશે. કંપની ₹77.49 કરોડ એકત્ર કરવા માંગે છે. રોકાણકારો ₹128થી ₹135 પ્રતિ શેરના ભાવે અને 1000 શેરના લોટમાં બિડ મૂકી શકે છે. IPO બંધ થયા બાદ શેરો 29 જાન્યુઆરીએ NSE SME પર લિસ્ટ થઈ શકે છે.

Shayona Engineering IPO

આ પબ્લિક ઇશ્યૂનું સાઇઝ ₹10 લાખ છે. IPO 22 જાન્યુઆરીએ ખુલશે. 27 જાન્યુઆરીએ ઇશ્યૂ બંધ થયા બાદ શેરો 30 જાન્યુઆરીએ BSE SME પર લિસ્ટ થવાના છે. હાલ પ્રાઇસ બેન્ડ નક્કી થયો નથી.

પહેલેથી ખુલેલા IPO

Armour Security IPO

આ IPO 14 જાન્યુઆરીએ ખુલ્યો હતો અને 19 જાન્યુઆરીએ બંધ થશે. અત્યાર સુધી તેને આશરે 50 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. કંપની ₹26.51 કરોડ એકત્ર કરવા ઈચ્છે છે. પ્રાઇસ બેન્ડ ₹55થી ₹57 પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 2000 શેરનો છે. આ IPO 22 જાન્યુઆરીએ NSE SME પર લિસ્ટ થઈ શકે છે.

Aritas Vinyl IPO

₹37.52 કરોડનો આ પબ્લિક ઇશ્યૂ અત્યાર સુધી લગભગ 47 ટકા ભરાયો છે. આ IPO 16 જાન્યુઆરીએ ખુલ્યો હતો અને 20 જાન્યુઆરીએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ ₹40થી ₹47 પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 3000 શેરનો છે. કંપનીની લિસ્ટિંગ 23 જાન્યુઆરીએ BSE SME પર થવાની શક્યતા છે.

ASG Eye Hospital IPO

ASG Eye Hospitalએ IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો પસંદ કરી લીધા છે અને કંપનીનો ઉદ્દેશ્ય લગભગ ₹3,900 કરોડ એકત્ર કરવાનો છે.

આ કંપનીઓની થશે લિસ્ટિંગ

નવા સપ્તાહમાં 19 જાન્યુઆરીએ મેનબોર્ડ સેગમેન્ટમાં BSE અને NSE પર Bharat Coking Coalની લિસ્ટિંગ થવાની સંભાવના છે. એ જ દિવસે BSE SME પર Defrail Technologies અને NSE SME પર Avana Electrosystemsના શેરો ડેબ્યૂ કરી શકે છે.

ત્યારબાદ 21 જાન્યુઆરીએ BSE અને NSE પર Amagi Media Labsની લિસ્ટિંગ થઈ શકે છે. એ જ દિવસે BSE SME પર Narmadesh Brass Industries, GRE Renew Enertech અને INDO SMCના શેરો લિસ્ટ થવાના છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ખબરપત્રી દ્વારા અહીં કોઈને પણ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

Share This Article