નવી દિલ્હી : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાનાર છે. બંને ટીમો પોત પોતાની પ્રતિષ્ઠા જાળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. એકબાજુ વિરાટ કોહલીની ટીમ સતત ત્રણ મેચો હારી ચુકી છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની ટીમ પણ એકપછી એક મેચ હારી રહી છે.આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જાવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે.
કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મેચનું પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવશે. આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જાવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, સંજુ સેમસન , બેરશો, મહેન્દ્ર સિંહ ધોની સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે.
આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જારદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે. ડેવિડ વોર્નર અને બેરશોએ છેલ્લી મેચમાં તોફાની સદી કરી હતી. આવતીકાલની મેચને લઇને તમામ તૈયારી કરવામાં આવી છે. બંને ટીમો નીચે મુજબ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે,
ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ.
રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, Âસ્ટવ Âસ્મથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.