આઈપીએલ 2025 ની 63મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, દિલ્હી સામેની આ મેચમાં મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 73 રનની ઇનિંગ રમી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહ અને સૂર્યાના શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મહત્ત્વપૂર્ણ મેચ જીતવામાં સફળ રહી.
આ મેચમાં બુમરાહ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વખત એક મેચમાં 3 થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. બુમરાહે ૨૫મી વખત આ સિદ્ધિ મેળવી છે. 31 વર્ષીય બુમરાહ આઈપીએલના 18 વર્ષના ઈતિહાસમાં ત્રણ વિકેટનો એક ક્વાર્ટર પૂર્ણ કરનાર પ્રથમ બોલર બની ગયો છે. બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર એવા બોલર છે જેમણે લીગમાં ૨૦ થી વધુ વખત ત્રણ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ચહલે 22 વખત આ સિદ્ધિ મેળવી છે.
IPLની એક ઇનિંગમાં 3 કે તેથી વધુ વિકેટ લેનારા બોલરો
25* જસપ્રીત બુમરાહ
22 યુઝવેન્દ્ર ચહલ
19 લથિસ મલિંગા
17 રવીન્દ્ર જાડેજા
17 અમિત મિશ્રા
17 સુનિલ નારાયણ
17 હર્ષલ પટેલ
આ ઉપરાંત, બુમરાહ દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે દિલ્હી કેપિટલ્સ સામે કુલ 23 મેચ રમી છે અને અત્યાર સુધીમાં કુલ 28 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
28* જસપ્રીત બુમરાહ (23 મેચ)-મેચ
27 સુનીલ નારાયણ (24 મેચ)
27 રવિ અશ્વિન (24 મેચ)
27 પિયુષ ચાવલા (25 મેચ)
24 હરભજન સિંહ (25 મેચ)