IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, મેચને લઈને AMC સજ્જ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સિઝનીની એટલે કે આઈપીએલ 2025 ની મેચ રમાવવાની શરૂઆત હવે થશે, આજે (મંગળવારે) ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાશે. જ્યારે આઈપીએલ 2025ની ગુજરાતમાં રમાનાર મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં આઈપીએલ મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં આઈપીએલ 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે, ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં IPL મેચ દરમિયાન સવારના 6:30 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો ર્નિણય કર્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે, ત્યારે શહેર પોલીસ દ્વારા અલગથી ટીમ બનાવી કોઈપણ પ્રકારની અનઇચ્છનીય ઘટના ના ઘટે તે માટે સ્ટેન્ડ ટુ રહેશે જેમાં, 1 જેસીપી, 3 ડીસીપી, 6 એસીપી, સહિત 1200 પોલીસકર્મી તહેનાત રહેશે.

અમદાવાદના જનપથ થી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી થી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

Share This Article