ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટનો ઓવર ડોઝ આપવા માટે આઇપીએલ-૨૦૧૮ આવી રહ્યું છે. આઇપીએલ હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર રહી છે. ક્રિકેટ પ્રેમીઓ આઇપીએલ (ઇન્ડિયન પ્રિમીયર લીગ)ના કોઇપણ સમાચારને લઇને ખૂબ જ ઉત્સુક હોય છે.
આઇપીએલની શરૂઆતથી લઇને દરેક સીઝનમાં કોઇનેકોઇ રીતે ચર્ચામાં રહી છે. આઇપીએલમાં ખેલાડીઓની હરાજી હાઇ વોલ્ટેજ ડ્રામાથી ઓછી આંકી શકાય નહિ. ક્રિકેટના ખેલાડીઓ અને આઇપીએલ ટીમના માલિકો માટે ખૂબ જ રસપ્રદ બની રહે છે.
આ વખતે આઇપીએલ-૨૦૧૮ માટે ખેલાડીઓની હરાજી યોજાઇ. જેમાં અનેક અપસેટ સર્જાયા છે. બેંજામીન સ્ટ્રોકની રાજસ્થાન રોયાલ્સ દ્વારા રૂપિયા ૧૨ કરોડ ૫૦ લાખમાં ખરીદી કરવામાં આવી. મનીષ પાંડેને ૧૧ કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદી કરવામાં આવી છે.
જ્યારે ઇશાંત શર્મા માટે કોઇ ટીમે બોલી લગાવી હતી. આ પહેલાની સીઝન ૨૦૧૭માં ઇશાંત શર્મા દ્વારા બેઝ પ્રાઇઝ ૨ કરોડ રાખવામાં આ હતી, ત્યારે પણ તે અનસોલ્ડ રહ્યો હતો. હવે સીઝન ૨૦૧૮માં બેઝ પ્રાઇઝ ઘટાડીને ૭૫ લાખ રાખવામાં આવી હતી, છતાં પણ હરાજીના પ્રથમ તબક્કામાં કોઇ ટીમે બોલી લગાવી ન હતી.
ઇશાંત શર્મા સિવાય મુરલી વિજય, પાર્થિવ પટેલ, નમન ઓઝાની પણ કોઇ ખરીદી કરવામાં આવી ન હતી. આ ચાર ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડી તો દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ પણ છે.