નવી દિલ્હી : હા પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ના પ્રથમ તબક્કાની મેચો હવે પૂર્ણ થઇ ગઇ છે. મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે પ્રથમ તબક્કાની ૫૬મી મેચ રમાઇ હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકત્તા પર નવ વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ મુંબઇની ટીમ પ્રથમ રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી છે. જ્યારે ચેન્નાઇ સુપર બીજા સ્થાને રહી છે. આ મેચની સાથે જ આઇપીએલમાં આગામી દોરમાં કોણ રમશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ હતુ. હવે પ્રથમ ક્વાલિફાયરમાં બે ટો ટીમો મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાનાર છે. આ મેચ આવતીકાલે રમાનાર છે.
ચેન્નાઇમાં રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જ્યારે ત્રીજા અને ચોથા સ્થાન પર રહેલી ટીમો વચ્ચે આઠમી એપ્રિલના દિવસે એલિમિનેટર મેચ રમાનાર છે. આ મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. બીજી ક્વાલિફાયર મેચ ૧૦મી મેના દિવસે હારેલી ટીમ અને એલિમિનેટરમાં જીતેલી ટીમ વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. કેકેઆરની ટીમ બહાર થઇ ગઇ છે. મુંબઇ, ચેન્નાઇ અને દિલ્હીના ૧૮ પોઇન્ટ હતા. પરંતુ સારા રન રેટના કારણે બે ટીમ ટોપ પર રહી હતી.