દિલ્હી : ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આવતીકાલે શનિવારના દિવસે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ ખેલાશે. દિલ્હ કેપિટલની ટીમ ૧૩ મેચોમાં ૮ મેચો જીતીને ૧૬ પોઈન્ટ ધરાવે છે. દિલ્હીની ટીમ હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે.
- ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે દિલ્હીમાં જંગ
- ઘરઆંગણે દિલ્હીની ટીમ દેખાવ સુધારવા પ્રયાસ કરશે
- દિલ્હી કેપિટલની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.
- દિલ્હીની ટીમે હજુ સુધી ૧૩ મેચ પૈકી આઠ મેચમાં જીત મેળવી લીધી છે
- મેચનું આવતીકાલે રાત્રે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે
- મેચને લઈને દિલ્હીમાં જોરદાર રોમાંચ
- રહાણેની જગ્યાએ સ્મીથને કેપ્ટન બનાવતા નવી ઉત્સુકતા