કોલકત્તા : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રવિવારના દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ ખેલાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે ચાર વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલમાં હવે ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપરની ટીમ પ્રથમ સ્થાન પર છે. મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર વચ્ચે જારદાર જંગ થનાર છે
- ઘરઆંગણે કોલકત્તાની ટીમ જોરદાર દેખાવ કરવા ઉત્સુક છે. છેલ્લી મેચમાં હાર થયા બાદ તેના પર દબાણ
- બંને ટીમોએ હજુ સુધી અન્ય ટીમો કરતા સારો દેખાવ કર્યો છે
- બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓ હોવાથી ચાહકોને રોમાંચ રહેશે
- મેચમાં ટોસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે
- ચેન્નાઇની ટીમ જીતના સિલસિલાને જાળવી રાખવા માટે તૈયાર
- મેચનુ પ્રસારણ આવતીકાલે આવતીકાલે ચાર વાગ્યાથી કરવામાં આવી શકે છે
- દિનેશ કાર્તિક અને ધોની પર વધારે નજર રહેશે
- મેચ દરમિયાન ોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે