હૈદરાબાદ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ હજુ સુધીની સૌથી રોમાંચક ટ્વેન્ટી-૨૦ મેચ બની શકે છે. પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતીને સુધારવા માટે સનરાઇઝને હવે ખુબ મહેનત કરવાની રહેશે. કારણ કે તે હવે ખુબ પાછળ રહી ગઇ છે. મેચ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આયોજકો દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- હૈદરાબાદમાં આવતીકાલે ચેન્નાઇ સુપર અને સનરાઇઝ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે
- સતત શાનદાર દેખાવ કરી રહેલી ચેન્નાઇ સુપરની ટીમ હોટ ફેવરિટ ટીમ તરીકે ઉતરશે
- સ્ટાર ખેલાડીઓ પર તમામની નવજર રહેશે
- ચેન્નાઇ સુપર તરફથી તમામ ખેલાડીઓ સતત શાનદાર દેખાવ કરી રહ્યા છે
- રવિન્દ્ર જાડેજા, ઇમરાન તાહિર પણ જારદાર ફોર્મમાં છે
- ચેન્નાઇ સુપર પોઇન્ટ ટેબલમાં સૌથી વધારે મેચો જીતીને પ્રથમ સ્થાન પર અકબંધ છે
- મેચનું આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશ
- સનરાઇઝ પર વાપસી કરવા માટે જોરદાર દબાણ છે