મેચ રોચક રહી શકે…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 ચેન્નાઇ :     ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે મંગળવારના દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે ચેન્નાઇમાં જંગ ખેલાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલમાં હવે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તાની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે ચેન્નાઇ સુપર બીજા સ્થાને છે.મેચની સાથે સાથે નીચે મુજબ છે.

  • ચેન્નાઇમાં આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર વચ્ચે જોરદાર જંગ થનાર છે
  • ઘરઆંગણે ચેન્નાઇની ટીમ જોરદાર દેખાવ કરવા ઉત્સુક
  • બંને ટીમોએ હજુ સુધી પાંચ મેચોમાં ચાર ચાર મેચો જીતી છે
  • બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓ હોવાથી ચાહકોને રોમાંચ રહેશે
  • મેચમાં ટોસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે
  • ચેન્નાઇની ટીમ ઘરઆંગણે હોટફેવરિટ તરીકે રહે તેવી સંભાવના
  • મેચનુ પ્રસારણ આવતીકાલે આવતીકાલે આઠ વાગ્યાથી કરવામાં આવી શકે છે
  • દિનેશ કાર્તિક અને ધોની પર વધારે નજર રહેશે
Share This Article