આઈપીએલ-૧૨ : ૨૧૦૦ કરોડથી વધારેની એડ આવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૨મી આવૃત્તિમાં જાહેરાત મારફતે ૨૧ અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને ૨૦ ગણી વધારે રકમ મળનાર છે. બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને ૧૭૫૦ કરોડ રૂપિયાની કમાણી ૨૦૧૮માં થઇ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખુબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. ૮૦ ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે.

આઈપીએલ-૧૯ની શરૂઆત ૨૩મી માર્ચના દિવસે થશે. મોગે મિડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જારદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે ૨૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકોકોલા, વિવો, ઓપો, Âસ્વગી, મારુતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્‌સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. ૧૨ ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર ૨૨ ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.

 

 

 

TAGGED:
Share This Article