આઇફોન 10ના કેમેરાને લઇને ખુબ ચર્ચા હતી અને હવે આઇફોન10ના કેમેરાને ટક્કર આપવા માટે એમ.આઇ એ કમર કસી લીધી છે. એમ.આઇ 2S મોબાઇલ લોન્ચ કરી દીધો છે. આ એમ.આઇ ટુના સક્સેસ બાદ 2S લોન્ચ કરવામાં આવ્યો છે.
શું ફિચર છે એમ.આઇ 2Sના ?
- 6 જીબી રેમ અને 64 જીબી ડિવાઇઝની કિંમત આશરે 34200 રૂપિયા હશે.
- 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની કિંમત 37300 રૂપિયા હશે.
- 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા ડિવાઇઝની કિંમત 41400 રૂપિયા હશે, આ ડિવાઇઝની સાથે વાયરલેસ ચાર્જર હશે.
- 99 ઇંચની ડિસપ્લે આપવામાં આવી છે સાથે જ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.
- મોબાઇલના કેમેરામાં ડ્યુઅલ કેમેરા સેટ-અપ આપવામાં આવ્યુ છે. 12MP વાઇડ એંગલ લેન્સ અને 12MP ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે. કેમેરામાં સોની IMX363 સેંસર આપવામાં આવ્યુ છે.
- ફોન MIUI 9 પર આધારિત એન્ડ્રોઇડ ઓરિયો ઓ.એસ પર કામ કરશે. ફોનમાં Xiaol પણ ઉપલબ્ધ છે જે વોઇસ આસિસ્ટન્ટ છે.
- 3400 mAh નો બેટરી પાવર રહેશે.
આ મોબાઇલ લોન્ચ થઇ ચૂક્યો છે તો હવે આઇફોન કરતા ઓછા રૂપિયામાં આઇફોન જેવા ફીચર્સ વાળો ફોન ખરીદવા માટે આ મોબાઇલ બેસ્ટ ઓપ્શન છે.