આઇફોન યુઝર્સ અને એન્ડ્રોઇડ યુઝર્સ વચ્ચે છાશવારે બંને મોબાઇલને લઇને કમ્પેરિઝન થતી હોય છે. તમે આઇફોન યુઝર્સને કહેતા સાંભળ્યા હશે કે આઇફોનના ફિચર્સ સૌથી સારા છે, પરંતુ આઇફોને એન્ડ્રોઇડના ફિચર્સને કોપી કર્યા છે.
- બીજી કંપનીઓ કરતા એપલે પાછળથી ઓલેડ ડિસ્પ્લે યુઝ કરવાનું શરૂ કર્યુ હતું. આ જ કારણ હતુ કે કંપનીના ડિવાઇસ ખુબ મોંધા આવતા હતા. 2010માં સેમસંગે ઓલેડ ડિસ્પ્લે યુઝ કરવાનું શરૂ કર્યુ હતુ. બાદમાં એપલે પણ ઓલેડ ડિસ્પ્લે યુઝ કરવાનું શરૂ કર્યું.
- ઓલેડ ડિસ્પ્લેની જેમ વાયરલેસ ચાર્જર પણ એપલે મોડેથી યુઝ કરવાનું શરૂ કર્યું.
- વોટરપ્રુફ મોબાઇલ બનાવવા માટે સોની સિરીઝ પોપ્યુલર હતી. એપલે બાદમાં વોટર રેસિસ્ટેન્ટ ફોન બનાવવાની શરૂઆત કરી.
- ફૂલ વ્યુ ડિસ્પ્લેનો ઉપયોગ શાઓમીએ કર્યો હતો. એપલે પાછળથી આઇફોન 6 અને 8 માં ફૂલ વ્યુ ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો.
- એપલનો હેય સિરી સૌથી લોકપ્રિય ઓપ્શન છે. પરંતુ આ ફિચર સૌથી પહેલા મોટોરોલાએ 2013માં શરૂ કર્યુ હતુ. મોટો ફોનમાં ઓકે ગૂગલ નાવ કહેવાથી તે કામ કરતું હતુ.
આઇફોન યુઝર્સને આ દરેક ફિચર એન્ડ્રોઇડ યુઝર કરતા ઘણા પાછળથી યુઝ કરવા મળ્યા છે. એપલે એન્ડ્રોઇડના આ પાંચ ફિચરની કોપી કરી છે.