ટાટાએ આખરે એન્ટી- કેકિંગ એજન્ટ તરીકે પોટેશિયમ ફેરોસાઈનાઈડનો ઉપયોગ કરે છે એવું સંમત કર્યું છે એ જાણીને સારું લાગ્યું. જોકે તેઓ તેમના પેકેટ પર તેવું લખવા જેટલું સાહસ હજુ ધરાવતા નથી, એમ શિવ શંકર ગુપ્તાએ જણાવ્યું હતું. ટોચની મીઠાની બ્રાન્ડ્સમાં પોટેશિયમ ફેરોસાઈનાઈડ સમાવિષ્ટ હોવાનો યુએસ લેબનો અહેવાલ ટાંકીને ગુપ્તાએ આમ જણાવ્યું હતું.
ગુપ્તા ગોધમ ગ્રેન્સ એન્ડ ફાર્મ પ્રોડક્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન પણ છે. તેમણે ટાટા સોલ્ટ અને એફએસએસએઆઈ (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના એ દાવાને ફગાવી દીધો છે કે પોટેશિયમ ફેરોસાઈનાઈડ બિન ઝેરી છે. તેઓ સદંતર ખોટા છે, એમ તેમણે જણાવ્યું હતું.
અભિપ્રાયોમાં બેમત પ્રવર્તે છે છતાં લાંબે ગાળે તે ઘાતકી સાબિત થઈ શકે છે તે સિદ્ધ થયું છે, જેથી જ બ્રિટન દ્વારા ખાદ્ય મીઠામાં પોટેશિયમ ફેરોસાઈનાઈડના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે ટાટા ઈ-536, યુરોપિયન મંજૂર ફૂડ એડિટિવ નંબરનો તેમનાં પેકેટ્સ પર પોટેશિયમ ફેરોસાઈનાઈડ માટે ઉપયોગ કરે છે, કારણ કે તેઓ સારી રીતે વાકેફ છે કે તેઓ પોટેશિયમ ફેરોસાઈનાઈડ નાખે એટલે લોકો ડરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે પિંક સોલ્ટના નિકાસકાર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ પછીથી નૈસર્ગિક મીઠા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મોટા ભાગના લોકો ઈ-536 વિશે જાણકાર નથી એમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં અગ્રણી ફૂડ સેફ્ટી વેબસાઈટ્સમાંથી એક www.foodnetindia.com તે માટે જરૂર જુઓ. આ વેબસાઈટની ટાટા સોલ્ટ લાઈટે સમીક્ષા કરી છે અને તેમની ચિંતાઓ ઉપસ્થિત કરી છે. તારણો પબ્લિક ડોમેનમાં છે અને દરેક માટે જોવા ઉપલબ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ફૂડ નેટ ઈન્ડિયા કહે છે, પોટેશિયમ ફેરોસાઈનાઈડ (ઈ-536)ને નૈસર્ગિક મીઠું તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જે આજકાલ એન્ટી- કેકિંગ એજન્ટ તરીકે આયોડાઈઝ્ડ મીઠામાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. તે સહેજ ઝેરી છે, કારણ કે એક્વિયસ સોલ્યુશનમાં એસિડ ઉમેરવાથી ઝેરી હાઈડ્રોજન સાઈનાઈડ ગેસ છૂટે છે. તે મ્યુટેજિનિક નહીં હોવા છતાં જો પેટમાં, શ્વાસમાં જાય કે ત્વચા સાથે સંપર્કમાં આવે તો દાહક સોજો પેદા કરી શકે છે. તેની માટી અસરો તે શરીરમાં તે પ્રમાણ અને નિયમિતતા સાથે પ્રવેશે તેની સાથે વધી છે. તે વધુ પ્રમાણમાં સેવન કરતા ઝેરી છે અને શરીરમાં સંચય થાય છે. ગ્રેટ બ્રિટનમાં ટેબલ સોલ્ટમાં પોટેશિયમ ફેરોસાઈનાઈડ કે ઈ-536 પ્રતિબંધિત છે.