શ્વાસની બિમારી સામેલ કરો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જુન ૨૦૧૯ સુધીના આંકડા સંસદમાં રજૂ કરવામાં આવ્યા તે મુજબ આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનાર રાજ્યોમાં મધ્યપ્રદેશના લોકો પણ આગળ રહ્યા હતા. ત્યારબાદ ઉત્તરપ્રદેશ, બિહાર, અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ સામેલ રહ્યા છે. જો કે બિમારી પર સારવાર ખર્ચનો દાવો કરનારમાં સૌથી આગળ છત્તિસગઢ અને ત્યારબાદ ગુજરાત જેવા રાજ્યો રહ્યા છે. જ્યાં સુધી મુલ્યના આધાર પર બિમારીના ખર્ચના દાવાની વાત છે તો તેમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને છે. જો યોજનાનો ઉદ્ધેશ્ય ગરીબ રાજ્યોમાં વધુને વધુ લોકો સુધી પહોંચી જવાનો છે તો આ મામલે વધારે ધ્યાન આપવા માટેની જરૂર છે.

આ મામલામાં જોવામાં આવ્યુ છે કે આવા રાજ્યોમાં બિમારીની માહિતી આપનાર લોકોના દર ઓછા રહ્યા છે. આયુષ્માન ભારત યોજનાનો લાભ ડાયાલિસીસ, કેન્ટ્રાક્ટ  અને સિજેરિયન સર્જરી માટે લેવામાં આવ્યા છે. એવી માહિતી પણ સપાટી પર આવી છે કે આ યોજના હેઠળ એવી બિમારીની સારવાર થઇ રહી નથી જે બિન ઇન્ફેક્શનગ્રસ્ત છે.

હરિયાણા અને ગુજરાતમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે બિમારીની સારવાર થઇ રહી નથી તેમાં હાર્ટ સંબંધિત બિમારી સામેલ છે. અથવા તો બિન ઇન્ફેક્શનવાળી બિમારીનો સમાવેશ થાય છે. શ્વાસની તકલીફની બિમારી પણ આમાં સામેલ છે. શ્વાસની બિમારી અને અન્ય કેટલીક બિમારીઓને આવરી લેવામાં આવે તે જરૂરી છે. આની હદમાં બિન ઇન્ફેક્શન અને શ્વાસની તકલીફોને આવરી લેવાની જરૂર છે.

Share This Article