ગયા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં ફરી એકવાર વર્ગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિષ્ણાંતોનુ કહેવુ છે કે મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની બાબત ખુબ સારી છે. તેમની સલાહ છે કે નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ મલ્ટીકેપ સ્કીમોમાં વધારે ફાયદો થઇ શકે છે. સેબીના નિયમો મુજબ મલ્ટીકેપ સ્કીમને કોઇ પણ શ્રેણીની કંપની અથવા તો સેક્ટરમાં રોકાણ કરવા માટેની મંજુરી મળેલી છે. ફંડ મેનેજર પોતાની કુશળતથી આ કંપનીઓ અથવા તો સેક્ટરમાં પૈસા લગાવી શકે છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડથી અલગ અલગ કેટેગરી માટે રોકાણ માટે કઠોર દિશાનિર્દેશ જારી કર્યા છે.
નવા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશની અસર કેટલીક સ્કીમોના પ્રદર્શન પર પડી શકે છે. કારણ કે ફંડ મેનેજરોને દિશા નિર્દેશની હદમાં રહીને રહીને રોકાણ અંગેના નિર્ણય લેવાની ફરજ પડે છે. તે પહેલા વધારે રિટર્ન કમાવવા માટે તેઓ મર્યાદા તોડી દેતા હતા. મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના સુચન સામાન્ય રીતે એવા રોકાણકારોને આપવામાં આવે છે જે રોકાણની સાથે થોડાક પ્રમાણમાં જોખમ લઇ શકે છે. આ પ્રકારની સ્કીમોને કોઇ પણ પ્રકારની માર્ટ કેપ અને સેક્ટરમાં રોકાણ કરવાની સ્વતંત્રતા રહે છે. જેથી ફંડ મેનેજર પોતાની બુદ્ધિશÂક્તનો ઉપયોગ કરીને ક્યારેય પણ એક કંપની અથવા તો સેક્ટરથી બીજામાં સ્વીચ કરી શકે છે. આ માનવા માટેની બાબત બિલકુલ ખોટી છે કે આ સ્કીમોની સાથે સાથે કોઇ જાખમ રહેતા નથી.
આ સ્કીમોના રોકાણ મિડ અને સ્મોલ કેપ શેયરમાં કરવામાં આવે છે. જેથી લાર્જ કેપ સ્કીમોથી તે વધારે જાખમવાળી રહે છે. લાર્જ કેપ સ્કીમો મુખ્ય રીતે મોટી કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડોના મિડ અને સ્મોલ કેપ સ્ટોકમાં રોકાણ થવાના કારણે તે વધારે રિટર્નથી ઓફર કરે છે. ઓછા શબ્દોમાં કહેવામા આવે તો જો થોડાક પ્રમાણમાં જોખમ લઇને ઓછામાં ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. જાણકાર લોકો કહે છે કે જો મલ્ટીકેપ સ્કીમમાં રોકાણ કરવા માટે ઇચ્છુક છો પરંતુ રોકાણ કઇ સ્કીમમાં કરવામાં આવે તે અંગે વાકેફ નથી તો તે અંગે માહિતી મેળવી શકાય છે. કેટલીક મલ્ટીકેપ સ્કીમોના સંબંધમાં અમે વાત કરી રહ્યા છીએ. લાંબી અવધિના નાણાંકીય લક્ષ્યાંકોને ધ્યાનમાં લઇને કેટલાક ટાર્ગેટ નક્કી કરવામાં આવી શકે છે. સૌથી સારી મલ્ટીકેપ સ્કીમોની વાત કરવામાં આવે તો તેમાં મિરાએ એસેટ ઇન્ડિયા ઇÂક્વટી ફંડ, મોતીલાલ ઓસવાલ મલ્ટીકેપ ૩૫ ફંડ, એસબીઆઇ મેગ્નમ મલ્ટીકેપ ફંડ, કોટેક સ્ટાન્ડર્ડ મલ્ટીકેપ ફંડ અને આઇસીઆઇસીઆઇ મલ્ટીકેપ ફંડનો સમાવેશ થાય છે.મલ્ટીકેપ એમએફમાં જાણકાર નિષ્ણાંતો પણ રોકાણની સલાહ આપે છે.