મુંબઈ: શેરબજારમાં ભારે કોહરામની Âસ્થતી વચ્ચે આજે રોકાણકારોએ ૩.૩૧ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી દીધી હતી. બીજી બાજુ બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૧૪૩.૭૧ લાખ કરોડથી ઘટીને ૧૪૦.૪૦ લાખ કરોડ થઇ ગઇ છે. ઇન્ડેક્સવાઇઝ બીએસઇ ૧૦૦, બીએસઇ ૨૦૦ અને બીએસઇ ૫૦૦ની માર્કેટ મુડીમાં ક્રમશ ૧૨૦૦૦ કરોડ, ૧૭૦૦૦ કરોડ અને ૩૯૦૦૦ કરોડનો ઘટાડો થયો હતો.
બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૯૩ ટકાનો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨.૦૭ ટકાનો ઘટાડો થયો હતો. બીએસઈ સેંસેક્સમાં આજે ૮૦૬ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આજની જેમ જ ગઇકાલે બુધવારના દિવસે પણ શેરબજારમાં મોટા ઘટાડા વચ્ચે એક જ દિવસમાં મૂડીરોકાણકારોએ ૧.૭૯ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા જેને લીધે મુંબઈ સ્ટોક એક્સચેંજમાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો.
ગુરુવારના દિવસે શેરબજાર ખુલતાની સાથે જ મૂડીરોકાણકારોમાં વેચવાલીને લઇને સ્પર્ધા જામી હતી. આનુ મુખ્ય કારણ ક્રૂડની કિંમતોમાં વધારો રહ્યો હતો. અલબત્ત રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તર પર આવવાની બાબત પણ જાવા મળી હતી. શેરબજારમાં છેલ્લા બે દિવસથી જારી મંદીના પરિણામ સ્વરુપે કારોબારીઓ દિશાહીન થઇ ગયા છે. બીજી બાજુ મૂડીરોકાણકારો પણ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. એફપીઆઈ દ્વારા ઉભરતા માર્કેટમાં વેચવાલી શરૂ કરતા ભારતીય બજારમાં તેની અસર પણ જાવા મળી રહી છે. નિફ્ટી ૨૦૦માં ઉથલપાથલ જારી રહી છે