નવી દિલ્હી : કેન્દ્રીય વચગાળાના બજેટ આડે ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે જુદા જુદા વિભાગો અને સમુદાય તરફથી રજૂઆત કરવામાં આવી રહી છે. બજેટ ઉપર તમામ સમુદાયના લોકો ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. ઇન્ડસ્ટ્રીના લોકો પણ પોતપોતાની રીતે રજૂઆત કરી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલી સમક્ષ ઓટો મોબાઇલ સેક્ટર દ્વારા પણ પોતાની રજૂઆત કરી દેવામાં આવી છે. ઓટો મોબાઇલ સેક્ટરે વાહનો માટે ઓછા જીએસટી સ્લેબ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સાથે સાથે ઓટોમોટિવ ઘટકો સાથે સંબંધિત જીએસટી રેટ તર્કસંગત બનાવવા માટેની માંગ કરી છે. જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ ઓટો મોબાઇલ સેક્ટરની હાલત વધારે સારી રહી નથી.
કુલ ટુ વ્હીલર માર્કેટમાં ૧૧.૮ ટકાનો વધારો થયો છે જ્યારે નિકાસમાં ૧૩ ટકાનો વધારો જાવા મળી રહ્યો છે. જુદી જુદી રજૂઆતો કરવામાં આવી ચુકી છે. ઝડપી ટેકનોલોજી શિફ્ટ વચ્ચે જુદા જુદા પડકારોનો સામનો કરી રહેલા ઓટો મોબાઇલ સેક્ટરે કહ્યું છે કે, આર એન્ડ ડી સેક્ટરમાં મોટાપાયે રોકાણની જરૂર છે. ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીએ જીએસટી રેટને લઇને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. ઇ-મોબીલીટી માટેની રજૂઆત પણ કરવામાં આવી ચુકી છે.
સરકાર ઇ મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી વાત કરી ચુકી છે ત્યારે ઇન્ડસ્ટ્રી દ્વારા બેટરી સાથે સંબંધિત વાહનો પર જીએસટી રેટમાં વધુ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બેટરીથી ચાલતા વાહનોના ઘટકો માટે આયાત ડ્યુટી ઘટાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ઇ-મોબીલીટી માટેની રજૂઆત સૌથી મહત્વની રજૂઆત દેખાઈ રહી છે. બંદરો, રેલવે અને વિમાની મથકોના આધુનિકીકરણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જીએસટી પહેલાની વ્યવસ્થા જેવી તૈયારી માટે પણ તૈયારી કરાઈ છે.બજેટને લઇને તમામ વિભાગોની નજર છે.