દેશમાંથી વિદેશ ભાગી ગયેલા પંજાબ નેશનલ બેંક કૌંભાડમાં આરોપી ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદી સામે ઇંટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ભારત તરફથી નીરવ મોદીને પહેલા જ ભાગેડૂ સાબિત કરી દેવામાં આવ્યો છે. ૨૩ જૂનના રોજ એક ખબર પ્રમાણે નીરવ મોદી સામે ટૂંક સમયમાં જ રેડ કોર્નર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ ભારતીય એજસીંયો દ્વારા જણાવાયું હતું.
આંતરરાષ્ટ્રીય એજંસી ઇંટરપોલ બે અરબ ડોલરના કૌંભાડની તપાસ કરી રહેલી સીબીઆઈ દ્વાર ઉપલબ્ધ કરાવાયેલા દસ્તાવેજોથી સંતુષ્ટ હતી.
આ કારણોથી માનવામાં આવી રહ્યું હતું કે ઇંટરપોલ ટૂંક સમયમાં નીરવ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી દેશે. મળતા સમાચારો મુજબ સીબીઆઈએ ઇંટરપોલને જે દસ્તાવેજ ઉપલબ્ધ કરાવ્યાં છે તેમાં મુંબઇની એક વિશેષ આદાલત દ્વારા પ્રસિદ્ધ બિનજમાનતી વોરંટ અને આ કેસમાં દાખલ ફરિયાદ પત્રો સહિત અનેકનો સમાવેશ થતો હતો.