દેશમાં હાલમાં ૪૫.૧ કરોડ સક્રિય ઇન્ટરનેટ યુઝરો રહેલા છે. જે પૈકી ૬૭ ટકા પુરૂષો રહેલા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નેટનો ઉપયોગ કરવાના મામલે બાળકો પણ પાછળ રહ્યા નથી. ઇન્ડિયા ઇન્ટરનેટ ૨૦૧૯ના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં ઇન્ટરનેટ યુઝરોની સંખ્યામાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા વધી રહી છે. આના માટે કેટલાક કારણોને જવાબદાર ગણવામાં આવે છે. દેશના જુદા જુદા રાજ્યોમં ઇન્ટરનેટ પહોંચની વાત કરવામાં આવે તો દિલ્હીમાં સંખ્યા વધારે છે. દિલ્હીમાં આ આંકડો ૬૯ ટકાની આસપાસ છે. એટલે કે ૬૯ ટકા જેટલા લોકો દિલ્હીમાં ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે.
ત્યારબાદ કેરળ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મહિના ભર ઇન્ટરનેટ સાથે સક્રિય રહેનાર લોકોનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. ઇન્ડિયા ઇન્ટરનેટ ૨૦૧૯ના ટાઇટલ સાથે પ્રકાશિત કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ટરનેટના પ્રયોગ કરવાના મામલામાં ભારત હવે ચીન બાદ સમગ્ર દુનિયામાં બીજા સ્થાન પર છે. જો કે એક બાબત આ પણ છે કે ભારતમાં હજુ રણ માત્ર ૩૬ ટકા ક્ષેત્રમાં જ ઇન્ટરનેટનુ નેટવર્ક ગોઠવાયુ છે. સૌથી વધારે ઇન્ટરનેટ યુઝરોની વાત કરવામાં આવે તો આંકડો દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં વધારે છે. મુંબઇમાં ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા ૧.૧૭ કરોડની આસપાસ પહોંચી ગઇ છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો ૧.૧૨ કરોડની આસપાસનો છે. બેંગલોર અને કોલકત્તામાં પણ આ આંકડો ખુબ વધારે છે.
ચેન્નાઇમાં આ આંકડો ૫૪ લાખની આસપાસનો છે. યુઝરોની વાત કરવામાં આવે તો શહેરી ક્ષેત્રોમાં ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા વધારે છે. મોબાઇલ ઇન્ટરનેટ પર રહેતા યુવા લોકોની સંખ્યામાં વધારો થવા માટે અનેક પ્રકારના કારણો દેખાઇ રહ્યા છે. આના માટે એક કારણ એ પણ છે કે સસ્તામાં ડેટા ઉપલબ્ધ બને છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આંકડાની વાત કરવામાં આવે તો શહેરી ભારતમાં ઇન્ટરનેટ .યુઝરોની સંખ્યા ૧૯૨ મિલિયન જેટલી રહેલી છે. જ્યારે ગ્રામીણ ભારતમાં આવા ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા પણ હાલના વર્ષોમાં રેકોર્ગ ગતિથી વધી રહી છે. આના માટે તમામ પ્રકારની સુવિધા મહત્વપૂર્ણ રોલ અદા કરે છે. જાણકાર લોકો કહે છે કે ભારતમાં જે ઇન્ટરનેટ યુઝરો રહેલા છે તે પૈકી એક તૃતિયાંશ જેટલા યુઝરો શહેરી ભારતમાં એક કલાક કરતા વધારે સમયનો સરેરાશ આમાં ઉપયોગ કરે છે. ભારતમાં ઇન્ટરનેટનો ક્રેઝ હાલના વર્ષોમાં વધ્યો છે.
રિપોર્ટ મુજબ ભારતમાં જે ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા છે તે પૈકી બે તૃતિયાંશ સંખ્યા ડેલી યુઝરોતરીકે રહેલા છે. ગ્રામીણ ભારતની વાત કરવામાં આવે તો સરેરાશ ગ્રામ્ય વ્યક્તિ ૧૫-૩૦ મિનિટ સુધી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રામીણ વિસ્તારોમાં હવે પહેલા જેવી સ્થિતી રહી નથી. તમામ ક્ષેત્રોમાં સુધારો થઇ રહ્યો છે. સારી કનેક્ટિવિટી, ક્વાલિટી ઓફ સર્વિસ અને મોબાઇલ ઇન્ટરનેટ સરળ રીતે ઉપલબ્ધ બને છે જેના કારણે ફાયદો થઇ રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ભવિષ્યમાં ભારતમાં ગ્રામીણ લોકો ઇન્ટરનેટનો વધારે ઉપયોગ કરનાર છે. ગ્રામીણ ભારતમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચે ઇન્ટરનેટ યુઝરોની સંખ્યામાં વ્યપાક અંતરની સ્થિતીને જોઇ શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ મહિલા ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા પુરૂષ નેટ યુઝરોની તુલનામાં ઓછી છે. મહિલા ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા વધારે ક્યાં છે તેવા સવાલના જવામાં રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેરળ, દિલ્હી, તમિળનાડુમાં મહિલા ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા વધારે છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા આવનાર વર્ષોમાં ચીનના આંકડા સુધી પહોંચી શકે છે. કેટલાક આર્થિક નિષ્ણાંતો આ દાવા મજબુતી સાથે કરે છે.