પંજાબમાં આજ સુધી ઈન્ટરનેટ બંધ રહેશે : પંજાબ સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાને આજ માટે બંધ કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહ ફરાર છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર શનિવારના ઓપરેશનમાં સાત લોકોની ધરપકડ થઈ. પણ તે ભાગવામાં સફળ રહ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના ઘરનું પણ સર્ચ ઓપરેશન કર્યું અને તેના પિતાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તે પોતાના દીકરાને સરેન્ડર કરવા માટે કહે. પંજાબ પોલીસે ઘરની તપાસ કરવાની ના પાડી દીધી. પણ અમૃતપાલના પિતા તરસીમ સિંહનો દાવો છે કે, પોલીસને તપાસમાં કંઈ પણ વાંધાજનક નથી મળ્યું.

રિપોર્ટ્‌સ મુજબ પંજાબ પોલીસ અને સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સેઝે શનિવારે અમૃતસરની નજીકના ગામ જલ્લાપુર ખેડાને છાવણી બનાવી દીધું હતું અને તેના ઘરને ચારેતરફથી ઘેરાવ કર્યો હતો. અમૃતપાલની નજીકના લોકો પોતાના ઘરની છત પરથી પોલીસ ગતિવિધિઓ જોઈ રહ્યા હતા. પણ પુછતા તેઓ કંઈ પણ કહેવા માટે તૈયાર નહોતા. આ દરમ્યાન પંજાબ સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાને ૨૦ માર્ચ સુધી બંધ કરી દીધું છે. પંજાબ ગૃહ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ દરમ્યાન બેન્કીંગ સર્વિસેઝ અને મોબાઈલ રિચાર્જ જેવી સેવાઓ ચાલુ રહેશે. સરકારે આ ર્નિણય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા લીધો છે અને પ્રતિબંધ ૨૦ માર્ચ ૧૨ કલાક સુધી રહેશે.

Share This Article