અમદાવાદ : ઇન્ટરનેશનલ યોગા દિવસની દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ આશિમા ટાવરના સભ્યો દ્વારા ગ્યાનિશ યોગાના સહયોગથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.


ગ્યાનિશ યોગાના ફાઉન્ડર પ્રિયા કશ્યપે જણાવ્યું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. યોગ એઝ અ કરિયરથી લઈને ફિટનેસ વગેરે બાબતે યોગનું મહત્વ વધ્યું છે. અમદાવાદીઓ પણ યોગ પ્રત્યે આકર્ષિત થયા છે. આ યોગાફેસ્ટ દ્વારા લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા આવે અને ફક્ત એક જ દિવસ માટે નહિ પરંતુ પોતાના રોજબરોજના નિત્યક્રમમાં પણ યોગને સમાવે તેનો સંદેશ આપવા માંગીએ છીએ. આશિમા ટાવર્સના સભ્યોનો યોગા પ્રત્યેનો ઉત્સાહ ખરેખર સરાહનીય હતો. આજે યોગા દ્વારા લોકો પોતાની કારકિર્દી પણ ઘડી રહ્યાં છે.યોગાને કારણે ઘણાં રોગો નિવારી શકાય છે. સાયન્સ પણ કહે છે કે યોગાનો સમાવેશ નિત્ય ક્રમમાં કરવો જોઈએ”