ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પ્રોગ્રામ માટે એપ્લીકેશન કરવાની આખરી તક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મનીપાલ : ભારતની અગ્રણી ખાનગી યુનિવર્સિટી પૈકીની એક મનીપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન (એમએએચઇ) ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એપ્લાઇડ સાયન્સિસ (આઇસીએએસ) દ્વારા ઓફર કરાતાં પોતાના ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પ્રોગ્રામ માટે ઇચ્છુક એન્જિનિયર્સને એપ્લીકેશનની આખરી તક પ્રાપ્ત કરવા આમંત્રિત કરે છે. આ વિશિષ્ટ પ્રોગ્રામ એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને એમએએચઇ ખાતે પ્રથમ બે વર્ષ પૂર્ણ કરવાની તથા અભ્યાસના પ્રથમ બે વર્ષમાં પ્રાપ્ત કરેલા ક્રેડિટ્‌સને ટ્રાન્સફર કરીને બાકીના બે વર્ષ યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા, ફ્રાન્સ સહિતના દેશોમાં પૂર્ણ કરવાની સુવિધા આપે છે.

આ પ્રોગ્રામ પૂર્ણ થતાં વિદ્યાર્થી ડેસ્ટિનેશન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી પાસેથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકે છે. જો વિદ્યાર્થી ટ્રાન્સફર ન ઇચ્છે તો તેઓ મનીપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન ખાતે ત્રીજા વર્ષનો અભ્યાસ ચાલુ રાખી શકે છે અને તે પૂર્ણ કરતાં બીએસસી (એપ્લાઇડ સાયન્સ)ની ડિગ્રી હાંસલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આશરે ૧૬૦થી વધુ વિદેશી યુનિવર્સિટીએ આઇસીએએસ ક્રેડિટ્‌સને સ્વિકાર્યાં છે, જેના પરિણામે આઇસીએએસના વિદ્યાર્થીઓ છેલ્લાં બે વર્ષનો અભ્યાસ વિદેશમાં તેમની પસંદગીની યુનિવર્સિટીમાં કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મૂજબની કોઇપણ વિદેશી યુનિવર્સિટીમાં અરજી કરવા માટે સ્વતંત્ર છે અને તેથી તેમને સફળ કારકિર્દીની શરૂઆત કરવા માટેનું મોટું પ્લેટફોર્મ મળી રહે છે. પ્રોગ્રામ પૂર્ણ કરવા સાથે વિદ્યાર્થી ડેસ્ટિનેશન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી તરફથી એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી શકે છે તેમજ ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટ ઓફર સ્વિકારી શકે છે અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખી શકે છે.

વિદેશમાં ચાર વર્ષ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાને બદલે તેઓ ૪૦ ટકા ખર્ચ બચાવીને વિદેશમાં અભ્યાસ કરવાનું પોતાનું સપનું સાકાર કરી શકશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આઇસીએએસના વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક આ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે અને સફળ કારકિર્દીની શરૂઆત કરવામાં તેમને વૈશ્વિક પ્લેટફોર્મ મળ્યું છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીમાં બ્રાન્ચ બદલવા અથવા સ્પેશિયલાઇઝેશન બદલવાની સુવિધા પણ મેળવી શકે છે. ઉદાહરણરૂપે મીકેનિકલ બ્રાન્ચનો વિદ્યાર્થી એરક્રાફ્‌ટ અથવા ઓટોમોટિવ સ્ટ્રીમ પસંદ કરી શકે છે.

આઇસીએએસ ખાતે ઓફર કરાતા સ્પેશિયલાઇઝેશન્સ

–              એરોનોટિકલ / એવિએશન

–              કેમિકલ

–              સિવિલ

–              ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ

–              મીકેનિકલ

–              મીકેટ્રોનિક્સ

 

Share This Article