પ્રગતિ મેદાન ખાતે ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) સંકુલ સમિટ માટે તૈયાર છે. આ અત્યાધુનિક ઈમારતની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રગતિ મેદાન G૨૦ નેતાઓની બેઠક યોજવા માટે તૈયાર છે. G૨૦ની બેઠક ૧૨૩ એકરમાં ફેલાયેલા ITPO સંકુલમાં યોજાવાની છે.
આ સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ જુલાઈના રોજ કરશે. આ અત્યાધુનિક હોલ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે કંપનીઓને તેમના મુલાકાતીઓ સાથે જોડાવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સાથે આ હોલમાં ઘણી અસાધારણ વિશેષતાઓ છે. જેમાં ૩,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતાવાળું એમ્ફીથિયેટર છે. જે 3 PVR થિયેટર બરાબર છે. આ સંકુલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં ૭,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે અને આવનારા મહેમાનો માટે ૫૫૦૦ જેટલા વાહનો સરળતાથી પાર્ક કરી શકાય છે. આ IECC સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધામાં છે. તેની ગુણવત્તાના કારણે તેને વિશ્વના ૧૦ સૌથી મોટા પ્રદર્શન અને સંમેલન સંકુલની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનની માલિકીની સાઇટના પુનર્વિકાસની જવાબદારી બાંધકામ કંપની NBCC (ઇન્ડિયા) લિમિટેડને આપવામાં આવી હતી.