International Tiger Day: જાણો દુનિયામાં કેટલી છે વાઘની સંખ્યા, ક્યા દેશમાં છે સૌથી વધુ વાઘ?

Rudra
By Rudra 4 Min Read

International Tiger Day: આજે વિશ્વ વાઘ દિવસ છે. જે દર વર્ષે ૨૯ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ દુનિયાભરના વાઘની સુરક્ષા માટે જાગરૂકતા ફેલાવવાનો છે, તેમજ સુંદર પ્રાણીને બચાવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.

૨૦૧૦માં સેન્ટ પીટ્સબર્ગ, રશિયામાં યોજાયેલી ટાઇગર સમિટમાં આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેનું મુખ્ય કારણ હતુ વાઘની સંખ્યામાં મોટો ઘટાડો. તો આવો જાણીએ કે, આજે દુનિયામાં કેટલા વાઘ બચ્યા છે. વાઘ ક્યા ક્યા વિસ્તારમાં જોવા મળે છે અને ભારતમાં સૌથી વધુ વાઘ કઈ જગ્યા છે.

૨૦૨૨ની વૈશ્વિક વાઘની ગણતરી અનુસાર દુનિયામાં આશરે ૩૮૯૦ થી ૪૦૦૦ વાઘ બચ્યા છે. આ સંખ્યા અનુમાનિત છે. કેમ કે જંગલમાં તેની ગણતરી ઘણી મુશ્કેલ છે.

વાઘ મુખ્યત્વે એશિયામાં જોવા મળે છે. કેટલાક ખાસ દેશોમાં જ તેની વસ્તી બચી છે. મુખ્ય દેશ અને અનુમાનિત ટાઇટગની સંખ્યા નીચે મુજબ છે.

  • ભારત – દુનિયામાં સૌથી વધુ વાઘ ભારતમાં છે. ૨૦૨૨ની ગણતરી અનુસાર, અહીં આશરે ૩૬૮૨ વાઘ છે. જે વૈશ્વિક સંખ્યાના આશરે ૭૫% છે.
  • રશિયા – સાઇબેરિયન ટાઇગર રશિયાના પર્વતીય જંગલોમાં જોવા મળે છે. તેની સંખ્યા આશરે ૫૦૦-૬૦૦ છે.
  • ઇન્ડોનેશિયા – સુમાત્રા ટાઇગર અહીં જોવા મળે છે. તેની સંખ્યા આશરે ૪૦૦ છે, જે ઝડપથી લુપ્ત થઈ રહ્યાં છે.
  • નેપાળ – ચિતવન અને બાર્ડિયા નેશનલ પાર્કમાં આશરે ૩૫૦-૪૦૦ વાઘ છે.
  • મલેશિયા – મલાયન ટાઇગરની સંખ્યા આશરે ૧૫૦ છે. તે પણ લુપ્તતાના આરે છે.
  • બાંગ્લાદેશ – સુંદરવનના મેંગ૩ોવ જંગલોમાં આશરે ૧૦૦-૧૨૦ વાઘ છે.
  • થાઈલેન્ડ – ઇન્ડોચાઇનીઝ ટાઇગરની સંખ્યા આશરે ૧૫૦ છે.

અન્ય દેશ જેમ કે મ્યાનમાર, ભૂટાન અને ચીનમાં પણ વાઘની સંખ્યા ખૂબ ઓછી (૫૦-૧૦૦) કે લગભગ લુપ્ત થઈ ચૂકી છે. ગ્લોબલ ટાઇગર ફોરમ અનુસાર, જો તેનું સંરક્ષણ કરવામાં નહી આવે તો ઘણા વિસ્તારમાંથી વાઘ સંપૂર્ણ રીતે લુપ્ત થઈ જશે.

ભારત ટાઇગર કન્જર્વેશનમાં સૌથી આગળ છે. અહીં ૫૩ ટાઇગર રિઝર્વ છે જે તેની સુરક્ષા માટે બનાવવામાં આવ્યાં છે. ૨૦૨૨ની વાઘ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં વાઘની સંખ્યા ૩૬૮૨ છે, જે ૨૦૧૮ના ૨૯૬૭ થી ૨૪ ટકા વધુ છે. આ વધારો પ્રોજેક્ટ ટાઇગર અને નેશનલ ટાઇગર કન્જર્વેશન ઓથોરિટીની મહેનતનું પરિણામ છે. આવો જાણીએ કે ભારતમાં સૌથી વધુ વાઘ કઈ જગ્યાએ છે.

  • જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વ (ઉત્તરાખંડ) – ૨૬૦ વાઘ
  • બાંદીપુર ટાઇગર રિઝર્વ (કર્ણાટક) – ૧૫૦ વાઘ
  • નાગરહોલ ટાઇગર રિઝર્વ (કર્ણાટક) – ૧૪૧ વાઘ
  • બાંધવગઢ ટાઇગર રિઝર્વ (મધ્ય પ્રદેશ) -૧૩૫ વાઘ, આ રાજ્યમાં કુલ ૭૮૫ વાઘ છે, જે ભારતમાં સૌથી વધુ છે.
  • કાન્હા ટાઇગર રિઝર્વ (મધ્ય પ્રદેશ) – ૧૦૫ વાઘ
  • કાઝીરંગા ટાઇગર રિઝર્વ (અસમ) – ૧૦૪ વાઘ
  • સુંદરવન ટાઇગર રિઝર્વ (પશ્ચિમ બંગાળ) – ૧૦૦ વાઘ
  • તાડોબા ટાઇગર રિઝર્વ (મહારાષ્ટ્ર) – ૯૭ વાઘ

ટાઇગર કન્જર્વેશનમાં મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ જેવા રાજ્યો સૌથી આગળ છે. પરંતુ કેટલીક જગ્યાઓ જેમ કે ઓડિશા, ઝારખંડ અને અરુણાચલ પ૩દેશમાં સંખ્યા ઘટી રહી છે.

નોંધનીય છે કે, વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર ૧૯૭૩થી શરૂ કરવામાં આવ્યો હતો અને NTCA દ્વારા શિકારની પ્રવૃત્તિઓને ઓછી કરવા માટે ડ્રોન, કેમેરા, કેમેરા ટ્રેપ તેમજ વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે.

Share This Article