શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ સુંદરવનથી ૧૦ માઇલ દૂર પશ્ચિમ બંગાળ તટની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયેલા એસએસએલ કોલકાતા જહાજની સ્થિતિ પર સાવધાની પૂર્વક નજર રાખી રહ્યું છે અને તેની સુરક્ષા માટે દિશા-નિર્દેશ આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિધ્ધ રેસ્કયુ કંપની મેસર્સ સ્મિથ ઇંટરનેશનલ, સિંગાપુર જહાજને સુરક્ષિત રીતે સ્થાન પર લાવવા કાર્યરત છે. જો કે ખરાબ હવામાન અને અશાંત સમુદ્રના કારણે બચાવ અભિયાન રોકવામાં આવ્યું છે. બચાવ દળ કોલકાતા પહોંચી ગયું છે અને હવામાનમાં સુધારો આવતા જ બચાવ અભિયાન શરૂ થઇ જશે. જહાજ પર લાગેલી આગમાં કોઇ પણ જાનહાનિ થઇ નથી.
શિપિંગ ડિરેક્ટોરેટ જનરલના સૂચના કેન્દ્ર (ડીજીકોમસેન્ટર)ને ગઇ ૧૩ તારીખે રાત્રે ૧૧ કલાકની આસપાસ વ્યાપારિક જહાજ તરફથી ફોન કોલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે જાહાજ કાર્ગોમાં વિસ્ફોટ થયો છે અને કંટોનરોમાં આગ લાગી ગઇ છે અને મદદ માંગવામાં આવી હતી. આંધ્રપ્રદેશના કૃષ્ણાપતનમ બંદરથી પશ્ચિમ બંગાળના કોલકાતા બંદર જઇ રહેલા જહાજમાં ૨૨ સભ્યો અને ૪૬૪ કંટેનર હતા. ડીજીકોમસેંટરે તરત જ એમઆરસીસી હલ્દિયા અને શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ, તટરક્ષક દળ અને કોલકાતા બંદર ટ્રસ્ટના સંબંધિત અધિકારીયોને જહાજની મદદ કરવા માટે સચેત કરી દીધા હતા.
આગલી સવારે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને કોલકાતા બંદર ટ્રસ્ટ તથા તટરક્ષક દળ પાસેથી જહાજની આગ બુઝાવવા, લોકોને બચાવવા અને પ્રદૂષણ રોકવામાં સહાયતા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો. જહાજના કેપ્ટન અને સભ્ય બેકાબૂ આગને કારણે તેને છોડીને ચાલી ગયા અને ભારતીય તટરક્ષક બળે તમામ સભ્યોને બચાવ્યા અને તેમને પોતાના જહાજ આઈસીજીએસ રાજકિરણ દ્વારા હલ્દિયા લાવવામાં આવ્યાં.
આગલા દિવસે શિપિંગ ડિરેક્ટોરેટ જનરલના તકનીકી અધિકારીયોએ સલાહ આપી કે કોઇપણ પ્રકારના પ્રદૂષણને રોકવા માટે તુરંત પગલા ઉઠાવવામાં આવ્યા,કારણ કે આગ લાગેલું જહાજ પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર સુંદરવનની નજીક હતુ. શિપિંગ કંપની અને તેના સંચાલકીય સમકક્ષોને તમામ એજંસિયો, વિશેષજ્ઞો અને બચાવ દળની સાથે મળીને જહાજને સુંદરવનની તરફ જવાથી રોકવા માટે ત્વરિત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.