ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ઓલમ્પિક ડે 2025ની ઉજવણી કરી

Rudra
By Rudra 5 Min Read

ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (આઇઓસી)નું વૈશ્વિક હલન-ચલન અભિયાન લેટ્સ મૂવ આ ઓલમ્પિક ડે (23 જૂન)ના રોજ ભારતમાં તેની નવી આવૃત્તિ, લેટ્સ મૂવ સાથે અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં પરત ફરી રહ્યું છે. આ વર્ષની થીમ એક સાથે આગળ વધવાનો આનંદ અને પ્રેરણા પર કેન્દ્રિત છે – જે ભારતભરના લોકોને શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટે રમતગમતની શક્તિનો અનુભવ કરવા આમંત્રણ આપે છે. 23 જૂનના રોજ ઓલમ્પિક ડેની ઉજવણી કરતી વખતે, આ અભિયાન અન્ય કોઈ વ્યક્તિ સાથે રમત રમવાના કે કસરત કરવાના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે, જે લોકોને પહેલું પગલું ભરવા અને પોતાના કોઈ મિત્ર, ભાઈ-બહેન, સહકર્મી અથવા પરિવારના સભ્યને પોતાની સાથે લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉજવણીના ભાગ રૂપે, ભારતભરના 50થી વધુ રમતગમતના સ્થળો ફૂટબોલ, પેડલ, ક્રિકેટ, બેડમિન્ટન અને પિકબોલ જેવી રમતોમાં નિઃશુલ્ક યુગલ સત્રો (પેર્ડ સેશન) માટે જાહેર જનતા માટે
તેમના દરવાજા ખોલશે. આમાં કોઈપણ ભાગ લઈ શકે છે – બસ તમારી સાથે +1 (અન્ય કોઈ વ્યક્તિ)ને લાવો અને એકસાથે આગળ વધો.

ભારતમાં લગભગ 50 ટકા પુખ્ત વયના લોકો અને વૈશ્વિક સ્તરે 81 ટકા યુવાનો શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટેભલામણ કરાયેલ પ્રવૃત્તિ સ્તર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે (વિશ્વ આરોગ્ય સંસ્થા, 2024) . અન્યલોકો સાથે શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી લોકોને સહિયારા ધ્યેયો, પ્રોત્સાહન અને આનંદના માધ્યમથી આગળ વધવામાં અને હલન-ચલન કરતાં રહેવામાં મદદ મળી શકે છે. રમતગમત એ માત્ર હલનચલન કરવું જ નથી, પરંતુ તે અન્ય લોકો સાથે સમય વિતાવવા, જોડાવા અને સમુદાય
બનાવવાની તક પણ છે. આનાથી પોતાનાપણાની લાગણીઓ પેદા થઈ શકે છે અને જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે વધતી જતી ચિંતા તરીકે ઓળખ કરવામાં આવી છે તેવી એકલતા સામે લડવામાં મદદ મળી શકે છે અને માનસિક સુખાકારીને ટેકો આપી શકે છે.

ઓલમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામ (OVEP)ના ભાગ રૂપે, દેશભરની શાળાઓને આ ચળવળમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓલમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામના માધ્યમથી, ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી અને ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ, ઓડિશા અને આસામ સરકારના સહયોગથી અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશનની આ પહેલે શારીરિક પ્રવૃત્તિ, લિંગ સર્વસમાવેશકતા અને શૈક્ષણિક પરિણામોમાં વધારો કરીને 10 મિલિયનથી વધુ બાળકો પર સકારાત્મક પ્રભાવ પાડ્યો છે.

આ ઉનાળામાં, ચંદીગઢ, ઓડિશા અને આસામમાં 12 મિલિયનથી વધુ શાળાના બાળકો ભાગ લે તેવી અપેક્ષા છે – જેમાં યુગલ યોગના માધ્યમથી ટીમવર્ક અને સંતુલનના અભ્યાસ અને ગ્રુપ ડાન્સ સેશનના માધ્યમથી લય અને સંકલનનો સમાવેશ થાય છે. 23 જૂનના રોજ ઓલમ્પિક થીમ આધારિત કલા અને
હસ્તકલા સહિત વિવિધ પ્રકારની રમતો અને શારીરિક પ્રવૃત્તિઓ યોજાશે, જેમાં સ્કિપિંગ, ફૂટબોલ, ક્રિકેટ, વોલીબોલ અને ખો-ખોનો સમાવેશ થાય છે.

બેઇજિંગ 2008માં શૂટિંગમાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને આઈઓસી એથ્લેટ્સ કમિશનના સભ્ય અભિનવ બિન્દ્રાએ જણાવ્યું: “ચંદીગઢ, આસામ અને ઓડિશામાં ઓલમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામ અને ભારતમાં લેટ્સ મૂવ અભિયાનના પ્રારંભના માધ્યમથી, અમે જોયું છે કે રમતગમત કેવી રીતે આગામી પેઢીને પ્રેરણા, ઉત્થાન અને સશક્ત બનાવી શકે છે. લેટ્સ મૂવ આ જ ભાવનાને આગળ ધપાવે છે, તેમજ તે આપણને યાદ અપાવે છે કે રમતગમત માત્ર શારીરિક શક્તિ વિશે જ નથી – પરંતુ તે જોડાણ, પારસ્પરિક સમર્થન અને ઉદ્દેશ્યપૂર્ણ સહિયારી ભાવનાને પ્રોત્સાહન આપવા વિશે પણ છે.”

ઓલમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ યુવાનોને આગળ વધવા માટે અનેક પહેલોનું આયોજન કરશે. આમાં મનોરંજક "લેટ્સ મૂવ" પ્રવૃત્તિઓ સાથે શાળાઓના તેમના નેટવર્કને સક્રિય કરવાનો સમાવેશ થાય છે. 23 જૂનના રોજ વિશેષ ઓલમ્પિક
ડેની ઉજવણીમાં 1,450 શાળાના બાળકો ભાગ લેશે અને પ્રખ્યાત તીરંદાજ અતનુ દાસ અને દીપિકા કુમારી સહિતના ઓલમ્પિયન્સ સાથે મુલાકાત કરી તેમની સાથે વાર્તાલાપ કરશે.

“રમતગમતે મારા વ્યક્તિત્વને આકાર આપ્યો છે, તેણે મને શક્તિ આપી છે, મને લવચીકતા શીખવી છેઅને તકો ખોલી છે. રમતગમતે મને એ પણ બતાવ્યું છે કે તમારા સાથે કોઈનું હોવું એ કેટલું મૂલ્ય ધરાવે છે જે તમને ઉપર ઉઠાવે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે, તમારી મુસાફરીમાં આનંદ લાવે. એટલા માટે હું યુવાનોને મારી સાથે જોડાવા આમંત્રણ આપીને અને રમતગમતથી મળતી દરેક બાબતને વહેંચવા માટે તેને આગળ વધારવા માટે ઉત્સાહિત છું.” – રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત
એથ્લેટ અને ચાર વખતની ઓલિમ્પિયન દીપિકા કુમારીએ જણાવ્યું.

TAGGED:
Share This Article