મુંબઇ : બોલિવુડમાં આશરે ૨૮ વર્ષનો સમય પૂર્ણ કરી ચુકેલા અભિનેતા અજય દેવગનના જન્મદિવસે આજે ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. અજય દેવગન બોલિવુડમાં સૌથી સફળ સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. આટલા લાંબા ગાળા બાદ પણ અજય દેવગન એક સફળ સ્ટાર તરીકે છે. તે હજુ એક્શનથી ભરપુર ફિલ્મો કરી રહ્યો છે. સાથે સાથે તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી રહી છે. અજય દેવગનની રસપ્રદ બાબતો નીચે મુજબ છે.
- બીજી એપ્રિલ ૧૯૬૯ના દિવસે જન્મેલા અજય દેવગને આજે ૫૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે
- અજય દેવગને ચાઇલ્ડ સ્ટાર તરીકે પ્યારી બહેના ફિલ્મમાં કામ કર્યુ હતુ. વર્ષ ૧૯૮૫માં આ ફિલ્મ આવી હતી જેમાં અજય દેવગને મિથુનના બાળપણની ભૂમિકા અદા કરી હતી
- તેની માતા વીણા દેવગન એક ફિલ્મ નિર્માત્રી હતી. જ્યારે પિતા વીરૂ દેવગન તો દેશના લોકપ્રિય કોરિયોગ્રાફર તરીકે રહ્યા છે
- અજય દેવગને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત એક અભિનેતા તરીકે ફુલ ઔર કાંટે સાથે કરી હતી. પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી
- અજય દેવગનને હજુ સુધી પોતાની ફિલ્મી કેરિયરમાં બે નેશનલ એવોર્ડ મળી ચુક્યા છે
- વર્ષ ૨૦૧૬માં પદ્મશ્રીથી તેને સન્માનિત કરવામાં આવી ચુક્યો છે
- ફિલ્મ જખ્મ અને ભગત સિંહ જેવી ફિલ્મના કારણે તેને શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ મળ્યો હતો
- કરણ અર્જુનમાં સલમાન ખાનના રોલ માટે પ્રથમ પસંદગી અજય દેવગન હતો
- વિજયપથમાં શુટિંગને લઇને વ્યસ્ત હોવાના કારણે રોલ કરી શક્યો ન હતો
- બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે પહેલી પસંદગી અજય દેવગન હતો
- અજય દેવગન જ એ પ્રથમ સ્ટાર હતો જે સ્ટારને અભિષેકે પોતાના પરિવાર બાદ એશ સાથે લગ્નની વાત સૌથી પહેલા કરી હતી
- રોહિત શેટ્ટી અને અજય દેવગનની મિત્રતા બાળપણથી રહેલી છે
- ૧૯૯૫માં ગુન્ડારાજના સેટ પર અજય દેવગનની સાથે કાજાલ પ્રેમમાં પડી હતી. ચાર વર્ષ સુધી પ્રેમમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા.