એસબીઆઈ દ્વારા વ્યાજદરમાં ફેરફાર: નવા દરો તરત જ અમલી કરવાનો નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એફડી પર વ્યાજદરનું ચિત્ર

નવીદિલ્હી:  દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આજે ચોક્કસ અવધિ માટે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા તો જમા રકમ ઉપર વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વ્યાજદરો પાંચથી ૧૦ બેઝિક પોઇન્ટ અથવા તો ૦.૦૫ ટકાથી ૦.૧ ટકા સુધી વધારવામાં આવ્યા છે. નવા દરો ૩૦મી જુલાઈ એટલે કે તરત જ અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલી અવધિ માટે એફડી ઉપર હાલના અને નવા વ્યાજદર તથા સિનિયર સિટિઝનો માટે હાલના અને નવા વ્યાજદર નીચે મુજબ છે.

અવધિ

હાલના દરનવા દરસિનિયર સિટિઝન હાલના વ્યાજદર  

સિનિયર સિટિઝન નવા વ્યાજદર

૭-૪૫ દિવસ૫.૭૫૫.૭૫૬.૨૫૬.૨૫
૪૬-૧૭૯ દિવસ૬.૨૫૬.૨૫૬.૭૫૬.૭૫
૧૮૦-૨૧૦ દિવસ૬.૩૫૬.૩૫૬.૮૫૬.૮૫
૨૧૧ દિનથી ૧ વર્ષથી ઓછુ૬.૪૦૬.૪૦૬.૯૦૬.૯૦
૧ વર્ષથી લઇ બે વર્ષથી ઓછું૬.૬૫૬.૭૦૭.૧૫૭.૨૦
બે વર્ષથી લઇ ત્રણ વર્ષથી ઓછું૬.૬૫૬.૭૫૭.૧૫૭.૨૫
૩ વર્ષથી લઇ પાંચ વર્ષથી ઓછું૬.૭૦૬.૮૦૭.૨૦૭.૩૦
૫ વર્ષ અને ૧૦ વર્ષથી વધુ ૬.૭૫૬.૮૫૭.૨૫૭.૩૫   

 

Share This Article