રિઝર્વ બેંકના નવા ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં પ્રથમ વખત યોજાયેલી નાણાંકીય નિતી સમીક્ષાની બેઠકમાં અથવા તો એમપીસીની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની આર્થિક ગતિવિધીમાં તેજી લાવવાના હેતુથી આ નિર્ણયને ખુબ ઉપયોગી અને દુરદર્શી તરીકે ગણી શકાય છે. કારોબારી માહોલમાં સુધાર કરવા માટે રિઝર્વ બેંક પાસેથી સતત એવી અપેક્ષા કરવામાં આવી રહી હતી કે તે વ્યાજ દરમાં કાપ માટેનો રસ્તો અપનાવે. જા કે અર્થ વ્યવસ્થાના જુદા જુદા વિરોધાભાસી સંકેતોના કારણે ટોચની બેક હાલમાં સાવધાનીપૂર્વક પગલા લઇ રહી હતી.
સાથે સાથે વ્યાજદરમો નિર્ણયને ટાળી રહી હતી. જો કે આખરે હવે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આરબીઆઇના નિર્ણયને સરકાર વધારે પડતી સાવધાની તરીકે જાઇ રહી હતી. જા કે તે પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે તેમના આગમનની સાથે સ્થિતીમાં ફેરફાર થશે. જો કે ઉર્જિત પટેલ વધારે પડતી સાવધાની સાથે આગળ વધ્યા હતા. આ વખતે પણ બેઠક શરૂ થઇ ત્યારે રેટમાં કાપના કોઇ સંકેત મળી રહ્યા ન હતા. જા કે શક્તિકાંત દાસના નેતૃત્વમાં આખરે બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એમપીસીની બેઠકમાં રિઝર્વ બેંકના વલણને દબાણવાળી શ્રેણીમાંથી દુર કરીને તટસ્થવાળી શ્રેણીમાં મુકી દેવામાં આવ્યા બાદ તેની વધારે ચર્ચા જોવા મળી રહી છે. જા કે આ બાબત ગળે ઉતરતી નથી કે શ્રેણીમાં ફેરફાર તો સર્વસંમતિ સાથે કરવામાં આવ્યા પરંતુ રેટમાં કાપને લઇને સર્વસંમતિથી નિર્ણય કેમ કરી શકાયો ન હતો. રેપો રેટમાં ફેરફાર ૪-૨ની બહુમતિ સાથે કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર ઢોળકિયા અને પામી દુઆ, માઇકલ પાત્રા અને શક્તિકાંત દાસે વ્યાજદરમાં ઘટાડો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે ચેતન ઘાટે અને વિરલ આચાર્યે આનો વિરોધ કર્યો હતો. ગવર્નર દાસે ગયા મહિનામાં જ સંકેત ચોક્કસપણે આપ્યો હતો કે જા મોંઘવારીના દરો નિયંત્રણમાં રહેશે તો વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે જા આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામા આવ્યા બાદ બેંકો પણ આનો લાભ ગ્રાહકોને આપશે તો લોન સસ્તી થઇ જશે.
જો કે છેલ્લા કેટલાક સમયથી બેંકો આને લઇને ખચકાટ અનુભવ કરે છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો દર તો નીચો રહ્યો છે પરંતુ અન્ય પ્રમુખ ક્ષેત્રોમાં મોંઘવારી ઉંચાઇ પર છે. જેમાં બિન ખાદ્ય ચીજાનો સમાવેશ થાય છે. સાથે સાથે બિન ફ્યુઅલની વસ્તુઓ પણ સામેલ છે. કેટલાક નકારાત્મક માહોલ છતાં આરબીઆઇના પગલાથી કેટલાક અંશે આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે. જા કે કારોબારી માહોલમાં તેજી લાવવા માટે આ પગલા સ્વાગતરૂપ છે. આગામી દિવસોમાં જુદા જુદા ક્ષેત્રોમાં તેની અસર જાવા મળી શકે છે. તેજી આવશે. લોકસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે કારોબારીઓની સ્થિતી વધારે મજબુત કરવાના હેતુથી પણ આ પહેલને જાવામાં આવે છે. વ્યાજદરમાં ઘટાડાનુ ચોક્કસપણે સ્વાગત થવુ જાઇએ.