મુંબઇ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે આરબીઆઇની નાણાંકીય નિતી સમીક્ષાની બેઠકના પરિણામં આવતીકાલે ગુરૂવારે જારી કરવામાં આવનાર છે. ભારતીય રીઝર્વ બેંકની રેટ નક્કી કરતી પેનલની ત્રણ દિવસીય બેઠક ચાલી રહી છે. બેઠક મંગળવારના દિવસે શરૂ કરવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ જુદા જુદા પાસા પણ ચર્ચા જારી રહી હતી. હવે આવતીકાલે રેટના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે આરબીઆઇ નિષ્ણાંતોની અપેક્ષા મુજબ રેપો રેટમાં અથવા તો ધિરાણ દરમાં બીજા ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.
આર્થિક પ્રવૃતિને વેગ આપવા માટે આ ઘટાડો કરવામાં આવનાર છે. વ્યાજદરમાં આવતીકાલે કોઇ ઘટાડો કરવામાં આવે છે કે કેમ તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય નીતિ બેઠક આવતીકાલે ગુરુવારના દિવસે નિર્ણય લેશે. નવા નાણાંકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક પોલિસી બેઠકને લઇને શેરબજાર, કોર્પોરેટ જગત અને ઉદ્યોગ જગતની નજર કેન્દ્રિત થઇ છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યાજદરમાં ફરીવાર ઘટાડો કરવામાં આવી શકે છે. કારણ કે, રિટેલ ફુગાવો આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંક કરતા નીચે પહોંચી ગયો છે.
જા રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે તો બજારમાં તેજી આવી શકે છે. બેંક અને ઓટો તથા રિયાલીટીના શેરમાં તેજીના ભણકારા વાગી રહ્યા છે. શેરબજારમાં વ્યાજદરમાં કોઇ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં નજીવો ઘટાડો કરવામાં આવશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાન્ત દાસના નેતૃત્વમાં છ સભ્યોની પેનલ આવતીકાલે બેઠકના પરિણામો જાહેર કરનાર છે. વર્ષ ૨૦૧૯-૨૦ની આ પ્રથમ દ્ધિમાસિક નિતી સમીક્ષા છે.