નવીદિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ઇન્સ્યોરન્સ બ્રોકિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને લઇને વિચારણા કરી રહી છે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્સ્યોરન્સ સેક્ટર પર નબળા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના પરિણામ સ્વરુપે માઠી અસર થઇ રહી છે. આ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકાર હવે ઇન્સ્યોરન્સ બ્રોકિંગમાં ૧૦૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને મંજુરી આપવા વિચારી રહી છે.
હાલમાં એફડીઆઈ પોલિસી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ૫૦ ટકા વિદેશી મૂડીરોકાણને મંજુરી આપે છે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઇન્સ્યોરન્સ બ્રોકિંગ, ઇન્સ્યોરન્સ કંપનીઓની જુદી જુદી ભૂમિકાઓ રહેલી છે. પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ વારંવાર આ સંદર્ભમાં રજૂઆત કરી છે. આ મુદ્દે હવે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી ચુકી છે. ઇન્સ્યોરન્સ બ્રોકરને અન્ય ફાયનાનીશ્યલ સર્વિસના ઇન્ટરમિડિયટની જેમ જ ગણવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અન્ય ફાયનાનીશ્યલ સર્વિસ ઇન્ટરમિડિયેટરીમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવેલી છે. ઇન્સ્યોરન્સ બ્રોકિંગ અન્ય ફાયનાનીશ્યલ અથવા તો કોમોડિટી બ્રોકિંગ સર્વિસ તરીકે છે. થોડાક સમય પહેલા જ આ મુદ્દા પર ઉચ્ચસ્તરીય પ્રધાનસ્તરની બેઠકમાં ચર્ચા થઇ હતી. સરકાર દ્વારા આ મામલામાં ચર્ચા કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ઇન્સ્યોરન્સ કંપનીમાં એફડીઆઈ મર્યાદા ૪૯ ટકા રહેશે. આ વિષય ઉપર નાણામંત્રીએ પણ હાલમાં બેઠક યોજી હતી. વડાપ્રધાનની ઓફિસે પણ આ મામલા પર ડીઆઈપીપી સાથે ચર્ચા કરી હતી. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો માને છે કે, ઇન્સ્યોરન્સ સેક્ટરને નબળા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કારણે નુકસાન થયું છે. એકંદરે સેક્ટરને મજબૂતી આપવા માટે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાની જરૂર છે.