આ વાઈરલ આન્શરશીટમાં જવાબના બદલે વિદ્યાર્થીએ માત્ર ત્રણ જ જવાબ લખ્યા..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તમામ સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ પેપર ચેકમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે જેને જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. કેટલીક વખત તો શિક્ષકોને વિદ્યાર્થીઓની આન્સરશીટ ખાલી જોવા મળે છે તો કેટલીક આન્શરશીટ જવાબના બદલે ગીત અને કવિતાઓથી ભરેલ હોય છે. સામાન્ય રીતે તો આન્શરશીટમાં લખેલા જવાબ પર જ શિક્ષકો માર્ક આપે છે. પરંતુ કેટલા વિદ્યાર્થીઓને જવાબ ના આવતા હોવાથી એવી વાતો લખીને આવે છે જે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી કેટલીક મજેદાર ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. જેમાં વધુ એક આન્શરશીટ સામે આવી છે. જેમાં વિદ્યાર્થી જવાબ લખવાના બદલે હિન્દી ગીતના શબ્દો લખીને આવ્યો. આ ઘટના છે ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી.

આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ આન્શરશીટમાં માત્ર ત્રણ જ જવાબ લખ્યા છે અને તે તમામ એકથી એક ચડીયાતા છે. વિદ્યાર્થીએ જવાબ લખવાના બદલે પેપર ચેક કરનાર શિક્ષકના વખાણ જ કર્યા છે.

Share This Article