મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ દ્વારા આ એવોર્ડ એનાયત કરાયો
અમદાવાદ: ઈન્સ્ટાશિલ્ડ એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનોવેટિવ મેડિકલ ડિવાઇસ છે જેને ઇનોવેટિવ એન્ટી વાયરસ કોરોના પ્રોટેક્શન ડિવાઇસ ઓફ ધ યર માટે KCCI એવોર્ડ મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ દ્વારા આપવામાં આવ્યો. ઈન્સ્ટાશિલ્ડ મેડિકલ ટેક્નોલૉજી ઉદ્યોગમાં એક ઇનોવેશન છે, કારણકે આ મેડટેક ડિવાઇસ હવામાં અને સપાટી પર રહેલા SARS-COV2 સહિત 99.9% KCCI અસરકારકતા સાથે વાયરસને નિષ્ક્રિય કરે છે. ઇન્સ્ટાશિલ્ડ એ એક પ્લગ એન્ડ પ્લે ઉપકરણ છે જે હાઇપરચાર્જ હાઇ વેલોસિટી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતા ઇલેક્ટ્રોન ઉત્સસર્જકોને જરૂરી સિગ્નલો પહોંચાડે છે, જે વાયરસના કોરોનાના નકારાત્સમક એસ-પ્રોટીન સાથે કિયાપ્રતિક્રિયા કરે છે, આમ તે હવા અને સપાટીથી ચેપ થતો અટકાવે છે. એક ઉપકરણનો અસરકારક કવરેજ વિસ્તાર 5,000 ચોરસ ફૂટથી શરૂ થાય છે અને 18 મિનિટ ની અંદર સકિય થાય છે. ઈન્સ્ટાશિલ્ડના પ્રમોટર અને ડિરેકટર હિતેશ એમ. પટેલે જણાવ્યું કે “અમને KCCI એવોડ પ્રાપ્ત કરીને આનદં થાય છે, આ એવૉડ મારી આખી ટીમને સમર્પિત કરવા ઈચ્છું છું. જેમણે આ પ્રોડક્ટને સફળ બનાવવા માટે અસંખ્ય કલાકો આપ્યા છે. ઈન્સ્ટાશિલ્ડ એક એવી વસ્તુ છે જેને આપણે સમગ્ર વિશ્વ માં લઈ જઈ શકીએ છીએ , જેથી આપણા સમાજને સુરક્ષિત કરી શકાય.
નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (KCCI) એ રાષ્ટ્ર ની સૌથી ગતિશીલ અને વિકસતી સંસ્થાઓમાંની એક અને સૌથી ઝડપથી વિકસતી ટોચની બિઝનેસ સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે . તેણે નાના પાયાના ઉદ્યોગો, કૌશલ્ય વિકાસ, ક્લસ્ટર ડેવલોપમેન્ટ, નેક્સ્ટ જનરેશન બિઝનેસ, સસ્ટેનેબિલિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ,મહિલા સશક્તિકરણ, સાયબર સુરક્ષા, ડિજિટલ ટેકનોલોજી, ગવર્નન્સ અને સંપૂર્ણ પારદર્શિતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના સમગ્ર વિકાસને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે ગુજરાતમાંથી તેની યાત્રા શરૂ કરી હતી.ઇન્સ્ટાશીલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓગસ્ટ 2017 માં હૈદરાબાદ (તેલંગાના) પ્રાઇવેટ લિમિટેડ એન્ટીટી તરીકે નોંધાયેલ કંપની છે. તે બજારમાં સુલભ અને પરવડે તેવા વ્યાજબી ભાવે વર્લ્ડ ક્લાસ હેલ્થ કેર મેડિકલ ડિવાઇસ ટેકનોલોજી ઉત્પાદનો વિકસાવે છે અને વિશ્વમાં પહોંચાડે છે. ઇન્સ્ટાશીલ્ડ એ એક પ્રગતિશીલ મેડિકલ ડિવાઇસ છે જે તેની પ્રકારની પ્રથમ CCMB મંજુર વાયરસ એટેન્યુએશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જે શાળા, હોટલ, કોલેજ, હોસ્પિટલ, ઓફિસ વગેરે જેવી બંધ જગ્યાઓમાં 99.9 ટકા સુધી SARC – Cov2 સહિત તમામ પ્રકારના વાઇરસને નિષ્ક્રિય કરે છે. ઇન્સ્ટાશીલ્ડ એ વિજ્ઞાન દ્વારા સમર્થિત પેટન્ટ ટેકનોલોજી છે અને તેને TSIC, ARCI તરફથી સમર્થન પ્રાપ્ત થયું છે. તે CSIR -CCMB અને EMTAC, Vimta જેવી અન્ય લેબ્સ દ્વારા પરીક્ષણ કરાયેલ છે, જેમાં CDSCO, ISO 13485:2016 નિકાસ માટે CE છે. આમ તે ખાતરી કરે છે કે તે મનુષ્ય અને પર્યાવરણ માટે સો ટકા સલામત છે. આ બ્રાન્ડ એમ.એસ.એમ.ઈ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને GEM પોર્ટલ સાથે ગો ગ્રીને ટકાઉ ઉત્પાદન તરીકે નોંધાયેલ છે.