ઇન્સ્ટાગ્રામે શરૂ કરી પેમેંટ સર્વિસ..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પેટીએમ, ફોન પે, તેજ અને ભીમ અપ જેવી ઘણી એપ્લિકેશન તમે ઓનલાઇન પેમેન્ટ માટે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી રાખી હશે. હાલના જમાનામાં ટીનેજર્સનું હોટ ફેવરિટ સોશિયલ મિડીયાનું માધ્યમ ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામ પર જે લોકો સેલિબ્રિટી નથી તેવા લોકો પણ ખૂબ ફેમસ છે. જેને લઇને દરેક લોકોમાં ઇન્સ્ટાગ્રામ હોટ ફેવરિટ છે. હવે ઇન્સ્ટાગ્રામે પેમેંટ સેવા પણ શરૂ કરી દીધી છે. જેના દ્વારા યુઝર્સ ઇન્સ્ટાગ્રામથી બહાર ગયા વગર જ શોપિંગ કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે.

હાલમાં આ સેવા યુ.એસ અને યુ.કેના અમુક યુઝર્સને જ મળી રહી છે. ટૂંક સમયમાં જ દરેક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આ સુવિધાનો લાભ લઇ શકશે.

ઇન્સ્ટાગ્રામ યુઝર જ્યારે તેની ઇન્સ્ટાગ્રામ સેટિંગમાં જશે ત્યારે તેને પેમેંટનું ઓપ્શન બતાવશે. ત્યાં જઇને તેના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સ એડ કરવાની રહેશે. આ જાણકારી ગુપ્ત રાખવા માટે તેને સિક્યુરિટી પિનથી લોક પણ કરી શકશો.

ઇન્સ્ટાગ્રામ પેમેંટ દ્વારા તમે મૂવી ટિકીટ બૂકિંગ, શોપિંગ, હોટલ બૂકિંગ, તથા ફૂડ પણ ઓર્ડર કરી શકશો.

ઇન્સ્ટાગ્રામ સિવાય વ્હોટસએપ એ પણ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે પરંતુ તેમાં ફક્ત તમે રૂપિયા ટ્રાન્સફર અને રિસીવ જ કરી શકશો. તો હવે તમે પણ તમારી ફેવરિટ સોશિયલ મિડીયા એપ્લિકેશન દ્વારા પેમેંટ અને શોપિંગ કરવા માટે તૈયાર થઇ જાવ. ટૂંક સમયમાં જ તમને આ સુવિધાનો લાભ મળશે.

Share This Article